ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમના બહિષ્કારનો ભારતનો સંકેત - Sandesh
  • Home
  • World
  • ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમના બહિષ્કારનો ભારતનો સંકેત

ચીનના બેલ્ટ એન્ડ રોડ ફોરમના બહિષ્કારનો ભારતનો સંકેત

 | 3:32 am IST

જૈશ સરગના મસૂદ અઝહરને વીટો વાપરીને વૈશ્વિક આતંકી જાહેર  કરવામાંથી બચાવનાર ચીનની સામે ભારતે એક પગલું ભર્યું છે.  ભારતે બુધવારે સ્પસ્ટ સંકેત આપ્યો કે ભારત બીજી વાર બેલ્ડ એન્ડ  રોડ ફોરમનો બહિષ્કાર કરશે. ભારત  એવી પહેલમાં સામેલ ન  થઉ શકે જે સાર્વભોમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાની ઉપેક્ષા કરતી  હોય. આ પહેલા ભારતે ૨૦૧૭ માં પણ આ પહેલનો બહિષ્કાર કર્યો  હતો. ચીન ખાતેના ભારતીય રાજદૂત વિક્રમ મિસરીએ કહ્યું કે ભારત  આગામી મહિને યોજાનાર હાઇ પ્રોફાઇલ સેકેન્ડ બેલ્ટ એન્ડ રોડ ર્ફામ  ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશનનો બહિષ્કાર કરીને તેમાં ભાગ  લેશે નહીં. ઉલ્લેખનીય છે કે આગામી મહિને ચીનમાં મોટા પાયે  બીઆરએફનું આયોજન થઈ રહ્યું છે જેમા પાકિસ્તાની વડાપ્રધાન  ઈમરાન ખાન પણ ભાગ લેવાના છે.

ચીને પાકિસ્તાનનો સાથ ન છોડવાની વાત દોહરાવી  

ચીને તેના જૂના મિત્ર પાકિસ્તાનનો સાથ ન છોડવાની વાત દોહરાવી છે. ચીનના વિદેશમંત્રી વાંગ યુ એ મંગળવારે જણાવ્યું કે ચીન પાકિસ્તાનની એકતા અને અખંડિતતાની જાળવણી કરવાનું વચન લે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલાક ફેરફારો થયા હોવા છતાં પણ પાકિસ્તાન પરત્વેની ચીનની પ્રતિબદ્ધતા ચાલુ રહેશે ચીન-પાકિસ્તાન વિદેશમંત્રી સ્તરની વાતચીતમાં બેઇજિંગ ખાતે બોલતા વાંગે કહ્યું કે વર્લ્ડ અને એશિયા પ્રાંતમાં ભલેને ગમે તેટલો ફેરફાર થાય પરંતુ ચીન પાકિસ્તાનની સાર્વભોમત્વતા અને એકતાની જાળવણી કરશે.

પાક. ભારત સાથે મંત્રણા માટે તૈયાર : પાક. વિદેશમંત્રી   

પુલવામા હુમલા બાદ આખી દુનિયામાં અલગ પડેલા પાકિસ્તાન હવે ચીનની શરણમાં પહોંચ્યો છે. ચીન પણ તેના હિત સાધવા માટે પાકિસ્તાનના સમર્થનમાં આવ્યો છે. ચીની વિદેશમંત્રીએ કહ્યું કે ચીન પાકિસ્તાનની પડખે છે અને પૂરી મજબૂતીથી ક્ષેત્રિય અખંડતિતા અને સંપ્રભુતાનું સમર્થન કરશે. પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ વાંગને કહ્યું કે પુલવામા હુમલા બાદ કાશ્મીઓના માનવાધિકારોનું ઉલ્લંઘન વધી ગયું છે. પાકિસ્તાન પહેલાં અને હજુ પણ ભારત સાથેના સંબંધો મજબૂત બનાવવા ઇચ્છે છે અને મંત્રણા માટે તૈયાર છે. પાકિસ્તાને તંગદિલી હળવી કરવા માટે સારો પ્રયાસ કર્યો હતો જેની અમે પ્રશંસા કરીએ છીએ. ચીન પાકિસ્તાન અને ભારતને સંયમ રાખવાની તથા વિવાદોનું શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની અપીલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;