નરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું - Sandesh
  • Home
  • Featured
  • નરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું

નરેન્દ્ર મોદી સરકારની આ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું

 | 7:11 pm IST

બેનામી સંપત્તિઓ અને ટેક્ષ ચોરી પર ગાળિયો કસવા માટે મોદી સરકારની રિવાઈઝ્ડ ટેક્ષ ઈન્ફર્મેટ્સ રિવાર્ડ સ્કીમ પર ચીન પણ ઓવારી ગયું છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સમાં કહેવામાં આવ્યું છે કે, બેનામી સંપત્તિ અને ટેક્ષ ચોરીની જાણકારી આપવારાઓને ભારત તરફથી મોટી રકમ ઈનામરૂપે આપવાની વ્યવસ્થામાંથી ચીને પણ શિખવું જોઈએ.

ભારતે આ યોજના અંતર્ગત સૂચના આપનારને 50 લાખથી એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચીનના સરકારી હસ્તકના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં ‘ચીન ભારતના ટેક્ષની સૂચના ઈનામની વ્યવસ્થાથી શીખી શકે છે’ ના મથાળા સાથે એક લેખ પ્રકાશીત થયો છે. જેમાં ભારતમાં અપનાવવામાં આવેલી ઈમાન વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, ચીનમાં આ રકમ આટલી નથી. ચીનમાં આ પ્રકારની જાણકારી આપનારને 1 લાખ યુઆન (લગભગ 10 લાખ 44 હજાર છે) છે. ચીનમાં લોકોને તેમના સાચા નામથી સૂચના આપવાની છુટ છે, જ્યારે ભારતમાં જાણકારી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવાની વ્યવસ્થા છે.

લેખમાં ભારતની મોદી સરકારના ભારોભાર વખાણ કરવામાં આવ્યાં છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પાસેથી શીખ ખેલા ચીને ઈનામની રકમ વધારવી જોઈએ. તેવી જ રીતે જાણકારી આપનારની સૂચના અને તેની અંગત સુરક્ષાની વ્યવથા પણ કરવાની જરૂર છે. જોકે, એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટેક્ષ ચોરીના સંદર્ભમાં માત્ર ગુપ્ત સૂચનાઓ પર જ વિશ્વાસ કરવો યોગ્ય બાબત નથી. આ હંમેશા બીજો વિકલ્પ હોઈ શકે છે. ગ્લોબલ ટાઈમ્સના લેખ પ્રમાણે ટેક્ષ વ્યવસ્થાને પ્રભાવશાળી બનાવવા અને આવકના તફાવતને ઓછો કરવા માટે ટેક્ષ રિફોર્મની સાથો સાથ વધુમાં વધુ ટેક્નિકનો ઉપયોગ કરવાની જરૂર છે.

ભારતમાં બેનામી સંપત્તિઓ પર ગાળિયો કસવા માટે નાણાં મંત્રાલયે એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. જેને અંતર્ગત જો કોઈ વ્યક્તિ બેનામી પ્રોહિબિશન યૂનિટ્સમાં જોઈન્ટ કે એડિશનલ કમિશ્નર સમક્ષ આવી કોઈ સંપત્તિની જાણકારી આપે તો તેને ઈનામ આપવામાં આવે છે. નાણાં મંત્રાલયના આદેશ પ્રમાણે આવી સંપત્તિનીએ જાણકારી ઈન્કમ ટેક્ષ વિભાગના ઈન્વેસ્ટિગેશન ડારરેક્ટોરેટને આપવાની રહેશે. આમ કરવા પર સંબંધિત વ્યક્તિને વિભાગ તરફથી 5 કરોડ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે.

બેનામી ટ્રાંજેક્શન ઈન્ફર્મેશન રિવાર્ડ સ્કિમ, 2018 અંતર્ગત સૂચના આપનારને આ રકમ આપવામાં આવશે. તાજેતરમાં જ સરકારે 1988ના બેનામી સંપત્તિ એક્ટમાં સંશોધન કરીને બેનામી ટ્રાંજેક્શન એક્ટ, 2016 પસાર કર્યો છે. મંત્રાલયની આ સ્કીમનો લાભ વિદેશી નાગરિક પણ ઉઠાવી શકે છે. આ પ્રકારની જાણકારી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.