China can use data obtained from Indians through 5G technology and apps as a weapon.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • નિષ્ણાંતોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ભારત વિરૂદ્ધ ચીને બનાવ્યું ‘ખતરનાક હથિયાર’

નિષ્ણાંતોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ભારત વિરૂદ્ધ ચીને બનાવ્યું ‘ખતરનાક હથિયાર’

 | 9:12 pm IST

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અને તેની સેના 5G ટેક્નોલોજી અને એપ્સ દ્વારા ભારતીયો પાસેથી મેળવેલા ડેટાને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અંગેના નિષ્ણાંતો અને જાણકારોનું કહેવું છે કે આવી ટેક્નોલોજી ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

તેમણે એશિયન ડ્રેગનને સલાહ આપી છે કે બિન સૈન્ય જોખમોનો સામનો કરવા માટે સર્વવ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા ઉપરાંત, ટેલિકોમ્યુનિકેસન ક્ષેત્રે સ્વદેશી ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાને ધ્યાનમાં લેવાની રણનીતિ ઘડવાની સલાહ આપી છે.

CCTV કેમેરાથી ચોરી થઇ રહ્યો છે ડેટા

શુક્રવારે દિલ્હીના ન્યૂઝ મેગેઝિન ડિફેન્સના હેડઓફિસ પર એક વેબિનાર યોજાયો હતો. ડેટા સુરક્ષા ક્ષેત્રે કાર્યરત સામાજિક કાર્યકર્તા વિનીત ગોએન્કા, અને અન્ય ઘણા નિષ્ણાતો પણ આમાં સામેલ હતા. આ દરમિયાન ગોયનકાએ કહ્યું હતું કે ચીનથી 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવો ખૂબ ઓછૂં છે. ચીને ભારતનો ઘણો ડેટા ચોરી લીધો છે. તે ભારતીયોની ડિજિટલ પ્રવૃત્તિઓ પર નજર રાખી ભારતનું ડિજિટલ સ્પેસ કબજે કરવા માંગે છે.

તેમણે આગળ કહ્યું કે ચીન ઘરોમાં લાગેલા સીસીટીવી કેમેરાથી પણ ડેટાની ચોરી કરી રહ્યું છે. ચીનમા બનેલા ટૂલ્સમાં લાગેલા સેન્સર સીધા ચીનથી કંટ્રોલ કરવામાં આવે છે. ગોયનકાએ કહ્યું કે આ ડેટા ચીન અને ચીની કંપનીઓના મિલિટ્રી ઓપરેટર્સ ઉપયોગ કરે છે.

ડેટા દ્વારા બદલવામાં આવી રહ્યો છે લોકોનો વ્યવહાર

નેસ્કોમના પૂર્વ અધ્યક્ષ આર ચંદ્રશેખરે કહ્યું કે, સોશિયલ મીડિયા પેલ્ટફોર્મ ડેટાનો ઉપયોગ લોકોના વિચારોને સામે રાખવા અને લોકોના વ્યવહારને બદલા માટે પણ કરવામાં આવી શકે છે. આ દુશ્મન દેશ માટે ખુબ જ મોટું હથિયાર છે.

તમને જણાવી દઇએ કે, સીમા પર તણાવની સ્થિતિ વચ્ચે ભારતે ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યાં જ સીમા પર સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટે શુક્રવારે વડાપ્રધાન મોદી લદ્દાખ પહોંચ્યા હતા અને સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ચીનને એક અરીસો પણ બતાવ્યો હતો. ઇજાગ્રસ્ત સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે “ભારત ક્યારેય ઝૂક્યું નથી કે તે નમશે પણ નહીં.”

આ વીડિયો પણ જુઓ : સાબરકાંઠા પશુપાલકો દ્વારા દૂધ ઢોળીને વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન