ચીનમાં કાણું પાડેલી પેન્ટ કેમ બાળકોને પહેરાવાય છે? કારણ જાણી રહી જશો દંગ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનમાં કાણું પાડેલી પેન્ટ કેમ બાળકોને પહેરાવાય છે? કારણ જાણી રહી જશો દંગ

ચીનમાં કાણું પાડેલી પેન્ટ કેમ બાળકોને પહેરાવાય છે? કારણ જાણી રહી જશો દંગ

 | 11:38 am IST

જો તમે કોઈ બાળકોને રસ્તા વચ્ચે, શોપિંગ સેન્ટરમાં ખુલ્લામાં શૌચ કરતા જુઓ તો શું વિચારશો. તમને ગંદુ લાગશે. પણ ચીનમાં આવું કરવું સામાન્ય બાબત છે. બાળકોને ચાલવા-ફરવામા કોઈ પ્રકારની તકલીફ ન થાય તે માટે ચીનમાં અનેક લોકો તેમના બાળકોને પારંપરિક ડ્રેસ પહેરાવે છે. જેને કઈ ડાંગ લુ કહેવાય છે. આ એક ખાસ પ્રકારની પેન્ટ હોય છે, જેના પાછળના ભાગમાં મોટું કાણું હોય છે. હાલ પહેલાની સરખામણીમાં તેનો ઉપયોગ ઓછો થાય છે, પણ તેનુ ચલન હજી ખત્મ થયું નથી.

આ પ્રકારની પેન્ટના ફાયદા
ચીનના લોકોનું માનવું છે કે, આવી પેન્ટ પહેરનારા બાળકો જલ્દી વોશરૂમ કરવાનું શીખી જાય છએ. તો ડાયપર પહેરનારા બાળકોને વોશરૂમ જવાની આદત મોડે લાગે છે. જો બાળકો ખોટી જગ્યા પર પોટી કરવા બેસે તો, ચીનીઓ તેમને રોકે છે. ચીનમાં ત્રણ-ચાર મહિનાની ઉંમરથી જ બાળકોને વોશરૂમમાં જવાનું શીખવાડવામાં આવે છે. જ્યારે કે પશ્ચિમી દેશોમાં એક-દોઢ વર્ષની ઉંમરમાં બાળક આ શીખે છે.

આ ચીની પહેરવેશ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષણ એવું તો કરે છે કે, ઈન્ટરનેટ પર તેના વિશે વાત કરવામાં ફોરમ બનાવવામાં આવ્યું છે. કઈ ડાંગ લૂની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે, ચીનના બજારમાં વગર છેદવાળી પેન્ટ મળવી પણ મુશ્કેલ બની ગયું છે.

આ પેન્ટના નુકશાન
આ પેન્ટ પહેરવાનું નુકશાન એ હોય છે કે, તમને ચીનમા ઠેકઠેકાણે ઘરની બહાર બાળકો પોટી કરતા દેખાશે. જેને કારણે સાર્વજનિક સ્થળો પર ગંદગી અને વાસ ફેલાય જાય છે. જેને કારણી બીમારી થાય છે. આ મામલે શહેરોના મુકાબલે ચીનના ગામોની સ્થિતિ વધુ ખરાબ છે.

દુનિયામાં આ મુદ્દે ચર્ચા થઈ રહી છે કે, શું કઈ ડાંગ લૂનો ઉપયોગ પર્યાવરણ માટે સારો છે કે નહિ. ચીની ડોક્ટર્સ પણ હવે માનવા લાગ્યા છે કે, ડિસ્પોઝેબર ડાયપરનો ઉપયોગ જ બાળકો માટે વધુ સારો છે. પરંતુ ડાયપરને બદલતા રહો, જેથી બાળકોનું સ્વાસ્થય ન બગડે.