પેંગોંગ લેકથી હટી ચીનના સૈનિકોએ હવે અહીં ડેરાતંબુ તાણ્યા, સેટેલાઇટ તસવીરોમાં ચોંકાવનારો ખુલાસો

ભારત (India) અને ચીન (China)ની વચ્ચે લદ્દાખ સરહદ (Ladakh Border) પર વિવાદ ખત્મ થવા પર છે અને હવે બંને દેશોની સેનાઓ પેંગોંગ લેક (Pangong Lake)થી પાછળ હટી રહી છે. પરંતુ તાજેતરની સેટેલાઇટની તસવીરોનું માનીએ તો ચીને પેંગોંગ લેક પરથી જે સૈનિકોને હટાવ્યા છે અને તેમને આગળ જઇ રૂતોગ વિસ્તાર (Rutog Area)માં વસાવામાં આવી રહ્યા છે, જે પેંગોંગ લેકના બિલકુલ પૂર્વ છેડા પર છે.
આ વિસ્તારમાં 2019ની સાલથી જ કામ ચાલી રહ્યું હતું જ્યારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે વિવાદની શરૂઆત થઇ હતી. હવે આ બેઝ ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ગતિવિધિ થવા પર ચીની સેના માટે એક બેકઅપની જેમ કામ કરી શકે છે.
આપને જણાવી દઇએ કે જે નવા વિસ્તાર એટલે કે રૂતોગમાં ચીની સેના (Chinese Military)ને વસાવામાં આવી રહ્યા છે તે પેંગોંગ ઝીલથી લગભગ 100 કિલોમીટર અને મોલ્ડો (Moldo)થી 110 કિલોમીટર દૂર છે. મોલ્ડો એ જ વિસ્તાર છે જ્યાં વિવાદ દરમ્યાન બંને દેશોની સેનાઓએ કેટલીય વખત વાતચીત કરી છે. રૂતોગના આ વિસ્તારમાં 2019થી જ સૈન્ય ગતિવિધિ વધી છે જેમાં રડાર સિસ્ટમ, જમીનથી હવામાં માર કરનાર મિસાઇલ, હેલિપોર્ટ, ટેન્ક ડ્રિલ્સ જેવી ગતિવિધિ સામેલ છે.
ચીની સેના દ્વારા આ વિસ્તારોમાં ઝૂંપડી જેવા ઘર બનાવામાં આવ્યા છે જેમાં સૈનિકોને રોકયા છે. સાથો સાથ આ વિસ્તાર નગારી સાથે જોડાયેલ છે, અહીંથી નગારી સુધી હવાઇ અને રસ્તા માર્ગ તૈયાર છે. એવામાં પેંગોંગ ઝીલની પાસે થનાર ગતિવિધિઓમાં ચીન ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકે છે.
Recent imagery from Rutog's Military Garrison (developing since late 2019) suggests sections of the disengaged #China PLA troops have been relocated here post the agreement with #India last week, this base however would serve future PLA activity for the #PangongTso area pic.twitter.com/l1hy30qitD
— d-atis☠️ (@detresfa_) February 22, 2021
સેટેલાઇટ તસવીરો શું કહે છે?
OSINT વિશ્લેષક @detresfa_ દ્વારા સેટેલાઇટ તસવીરોથી આ વિસ્તારની અસલી તસવીરોની ખબર પડી છે. તસવીરો પરથી દેખાય છે કે રૂતેગા વિસ્તારમાં ઘણી તૈયારી કરાઇ છે. જ્યાં સ્ટોરેજ એરિયા, ટેંટ, કેબિન અને અન્ય સુવિધાઓને તૈયાર કરાય રહી છે. એટલું જ નહીં રૂતોગમાં રડાર સ્ટેશન પણ હાજર છે. જે સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. રૂતોગમાં એ રીતે તૈયારીઓ કરાઇ છે કે શિયાળામાં સૈનિકોને અહીં રોકાવામાં કોઇ પરેશાની ના થાય એ પ્રકારની કેબિનો તૈયાર કરાઇ છે.
ચીનની હરકત પર નિષ્ણાતોનું શું કહેવું છે?
OSINTના એક્સપર્ટ્સના મતે મે 2020માં ચીન દ્વારા અક્સાઇ ચીન વિસ્તારમાં આ નિર્માણ દેખાયું હતું. હાલના સમયમાં જે સૈનિકોને પાછળ હટાવાનું કામ કરાઇ રહ્યું છે આ પ્રકારની જગ્યાઓ તેના માટે જ તૈયાર કરાય છે. જો કે જો સામરિક રીતે જોઇએ તો એક વર્ષ પહેલાં ચીન દ્વારા જે સ્થિતિ બનાવામાં આવી હતી તે આનાથી ખૂબ અલગ છે.
ભારતીય સેનાના રિટાયર્ડ મેજર જનરલ હર્ષ કાકરના મતે ચીની સેનાની કોશિષ છે કે LACની પાસે કેટલાંક સૈનિકોની તૈનાતી કરાય જેથી કરીને ભવિષ્યમાં કામ આવી શકે. હાલની હરકત બતાવે છે કે ચીનને આશા છે કે ટૂંક સમયમાં જ ભારતને રિએકશન આપશે જે આપણા માટે સારું છે.
આ વીડિયો પણ જુઓ : બહેરામપુરામાં AIMIMની પાર્ટી આગળ, તો બીજી બેઠકો પર ભાજપ આગળ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન