china damages business vulnerable species iucn red list
  • Home
  • Featured
  • Photos: એક સમયે લાખોમાં વેચાતા હતા આ કીડા, ચીનના કારણે વેપાર થયો ઠપ્પ

Photos: એક સમયે લાખોમાં વેચાતા હતા આ કીડા, ચીનના કારણે વેપાર થયો ઠપ્પ

 | 1:00 pm IST

દુનિયાનો સૌથી મોંઘો કીડો એટલે કે ફંગસની કિંમત 20 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. હેરાન થઈ ગયાને. આનો ધમધમતો વેપાર ચીનના કારણે ચોપટ થઈ ગયો છે. હવે તેને કોઇ એક લાખ રૂપિયામાં ખરીદવા તૈયાર થતું નથી. આ કીડાની સૌથી વધારે જરૂરિયાત ચીનને થાય છે. ભારત સાથે સીમા વિવાદને કારણે કોરોના વાયરસના કારણે આ કીડાનો વેપાર ખતમ થવા આવ્યો છે. IUCN આને જ્યારથી રેડ લિસ્ટમાં નાંખ્યુ છે તેની કિંમત ઘટી ગઈ છે.

આની ખાસીયત એ છે કે તે હિમાલયની વિયાગ્રા કહેવામાં આવે છે. આ સિવાય ભારતીય હિમાલય ક્ષેત્રમાં આને કીડાજડી અથવા તો યારશાગુંબા નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા 15 વર્ષમાં હિમાલય વિયાગ્રાની જરૂરીયાતમાં 30 ટકાનો કાપ આવ્યો છે.

IUCNનું માનવુ છે કે આની અછત પાછળનું કારણ છે આ કીડાનો વધારે પડતો ઉપયોગ. આનાથી શારીરિક નબળાઈ, કામશક્તિ, કેન્સર જેવી બીમારીઓમાં ઉપયોગમાં લેવાય છે.

ભારત સિવાય તે નેપાળ, ચીન અને ભૂતાનના હિમાલય અને તિબ્બતના પઠારી વિસ્તારોમાં મળે છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં ખુબજ દુર્ગમ ક્ષેત્રે મળી આવે છે.

મે અને જુલાઈ મહિના વચ્ચે પહાડો પરથી બરફ પીગળવા લાગે ત્યારે સરકાર તરફથી 10-12 સ્થાનીક ગ્રામીણો તેને કાઢવા પહોંચી જાય છે બે મહિના સુધી તેને જમા કરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં દવાઓ માટે તેને મોકલી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન