China one step forward again, decreased duty on medicine imported from India
  • Home
  • Business
  • ભારતીય દવાઓ પર ચીને જકાત ડયૂટી ઘટાડી

ભારતીય દવાઓ પર ચીને જકાત ડયૂટી ઘટાડી

 | 11:25 pm IST

ભારત અને ચીને એક સમજૂતી કરાર હેઠળ ચીનમાં ભારતથી આયાત થનારી દવાઓ પર જકાત ડયૂટી ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. સોમવારે વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનની એક ફિલ્મમાં લ્યૂકીમિયા પીડિત દર્દી દેખાડવામાં આવ્યો હતો. તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે જો ભારતમાંથી દવાઓ સરળતાથી આયાત થતી હોય તો તેનાથી દર્દીઓને રાહત મળી શકે છે જોકે ચીને ભારતીય કંપનીઓને કેન્સરની દવાઓ વેચવાનું લાઇસન્સ આપ્યું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

ચીનમાં દર વર્ષે 43 લાખ લોકો કેન્સરનો ભાગ બનતાં હોય છે
ચીનમાં લગભગ 43 લાખ લોકો કેન્સરનો ભોગ બનતાં હોય છે ચીનમાં ભારતની દવાઓની મોટી માગ છે કારણ કે તે બીજા દેશોની તુલના કરતાં ઘણી સસ્તી પડે છે. ચીની વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત અને ચીને દવાઓ પર જકાત ડયૂટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે અમને આયાત વધારવાની આશા છે અને કેન્સરની દવાઓ પરની જકાત ઘટાડવાની ભારત માટે તક છે.તેમણે કહ્યું કે એશિયા પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ચીન ભારતીય દવાઓ પર 33 ટકા જકાત ડયૂટી વસૂલી રહી છે. મને લાગે છે કે ભારત તરફથી પણ જકાત ઘટાડો વાતચીતનો એક મુદ્દો હતો.

મે માં પણ ચીને જકાત ઘટાડી હતી
આ પહેલાં મે માં ચીને કેન્સરની દવાઓ પરથી આયાત જકાત હટાવી લીધી હતી. ભારત અને ચીન વચ્ચેના 84 અબજના દ્વિપક્ષીય વેપારમાં 51 અબજની ખોટ ઘટાડવા ભારત ઘણા લાંબા સમયથી ચીની ફાર્મા કંપનીઓને સ્થાન આપવાની માગ કરતું રહ્યું છે. પ્રવક્તાએ આગ્રહપૂર્વક કહ્યું કે ચીની ફિલ્મ ડાઈગ ટુ સર્વાઈવમાં કેન્સરની દવાઓ પર આયાત ઘટાડવાની વાત કહેવામાં આવી હતી.