China deployed ballistic missiles in Aksai Chin
  • Home
  • Featured
  • ચીને અક્સાઇ ચીનમાં કરી અકલ્પનીય હરકત, આખા ભારતમાં સર્જાઇ શકે તબાહીના ભયંકર દ્રશ્યો

ચીને અક્સાઇ ચીનમાં કરી અકલ્પનીય હરકત, આખા ભારતમાં સર્જાઇ શકે તબાહીના ભયંકર દ્રશ્યો

 | 2:03 pm IST

લદ્દાખમાં ભારતની સાથે તણાવની વચ્ચે ચીનના ઇરાદા ખૂબ જ ખતરનાક થઇ રહ્યા છે. ભારત અને ચીનની વચ્ચે કેટલાંય દોરની વાતચીત પરિણામ વગરની રહ્યા બાદ ચીની સેના હવે મોટાપાયા પર ઘાતક હથિયારોની તૈનાતીમાં લાગી ગયું છે. પીપલ્સ લિબરેશન આર્મી (PLA) લદ્દાખને અડીને આવેલા ચીની કબ્જાવાળા અક્સાઇ ચીન વિસ્તારમાં મધ્યમ અંતર સુધી પ્રહાર કરનાર કિલર મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. આ મિસાઇલોની રેન્જ અને સંખ્યા એટલી વધુ છે કે ચીની સેના આખા ભારતને નિશાન બનાવી શકે છે. બીજીબાજુ ચીની સેનાનો મુકાબલો કરવા માટે ભારતીય સેના પણ મોટાપાયે ઘાતક હથિયારોની તૈનાતી કરી રહ્યું છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીન ભારતને ધમકાવા માટે અક્સાઇ ચીનમાં મોટી સંખ્યામાં મધ્યમ અંતરની પ્રહાર કરનાર મિસાઇલો તૈનાત કરી રહ્યું છે. સેટેલાઇટથી મળેલી તસવીરો પરથી ખબર પડે છે કે અક્સાઇ ચીન વિસ્તારમાં આવેલા ચીની એર બેઝને ચીને મિસાઇલો, તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરવામાં સક્ષમ રોકેટને ઉભા કરી દીધા છે. આ સિવાય ચીન મિસાઇલોને છુપાવા માટે જમીનની અંદર ઠેકાણા બનાવી રહ્યું છે. જેથી કરી તે સેટેલાઇટની પકડમાં આવશે નહીં અને કોઇ હુમલામાં નષ્ટ પણ થશે નહીં.

સાઉથ ચાઇના સી ની રણનીતિ દોહરાવી રહ્યું છે ચીન

આ સિવાય જમીનથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલો પણ આ ચીન સૈન્ય ઠેકાણાઓ પર દેખાઇ છે. ચીને આ પ્રકારની રણનીતિ સાઉથ ચાઇના સીમાં અપનાવી હતી અને ત્યાં અભ્યાસ કરી રહેલા અમેરિકન નૌસેનાના એરક્રાફ્ટ કેરિયરને ધમકાવા માટે પોતાની DF-26 અને DF-21-D મિસાઇલોને તૈનાત કરી હતી. જો ભારત અને ચીનમાં સહમતિ બને પણ છે તો આ મિસાઇલોને અક્સાઇ ચીનથી હટાવામાં ઘણો સમય લાગશે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન ભારતની સાથે મનોવૈજ્ઞાનિક યુદ્ધ લડી રહ્યું છે.

બીજીબાજુ ભારતીય સૈન્ય સૂત્રોએ કહ્યું કે ભારતીય સેના પીએલએના મનોવૈજ્ઞાનિક યુદ્ધથી જરા પણ પરેશાન નથી. ભારતીય સેના સૌથી ખરાબ પરિસ્થિતિનો પણ જવાબ આપવા માટે તૈયાર છે. ચીનની પાસે ભલે આખા ભારતને નિશાન બનાવનારી મિસાઇલો હોય અને તેની વધુ સંખ્યા હોય, ભારતીય સેના તેનો પણ જવાબ આપવા માટે તૈયાર છે. રક્ષા બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની કહે છે કે ચીનની મધ્યમ અંતરની મિસાઇલો પરમાણુ હથિયારોથી લેસ છે પરંતુ તેને પરંપરાગત વૉરહેડ પણ બનાવી લીધા છે. બિન પરમાણુ હુમલામાં આ ચીની મિસાઇલો ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે.

ચીને તિબેટમાં હવાઇ હુમલાની સંખ્યાને બમણી કરી

આપને જણાવી દઇએ કે ચીને છેલ્લાં ત્રણ વર્ષમાં LACને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં એર બેઝની સંખ્યા બમણી કરી દીધી છે. આ સિવાય ભારતીય વિમાનો અને મિસાઇલોને તોડી પાડવા માટે એર ડિફેન્સ પોઝિશન અને હેલીપોર્ટની સંખ્યાને પણ વધારીને બમણી કરી દીધી છે. ચીને આ તૈયારી લદ્દાખમાં તણાવ પેદા કરતા પહેલાં જ કરી છે તેના પરથી તેની મંશા હવે ખુલીને સામે આવી રહી છે. ચીનના આ સૈન્ય ઠેકાણાની સીધી અસર ભારતીય સુરક્ષા પર પડી રહી છે. ચીનના સૈન્ય ઠેકાણાની આ તૈયારી લદ્દાખ ગતિરોધથી ઠીક પહેલાં જ કરાયેલી જે એ દર્શાવે છે કે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ તણાવ ચીનના પોતાના સરહદી વિસ્તારો પર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે મોટાપાયા પર કરાઇ રહેલા પ્રયાસનો હિસ્સો છે.

આ વીડિયો પણ જુઓ : રાજકોટથી ચિંતાજનક સમાચાર, કોવિડ હોસ્પિટલમાં વધુ 19 મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન