China Deployed S -400 And D-17 Missile On Taiwan Border
  • Home
  • Featured
  • આખા તાઇવાન પર કબજો કરવાની તૈયારીમાં ચીન, તૈનાત કરી ઘાતક S-400 અને DF-17 મિસાઇલ

આખા તાઇવાન પર કબજો કરવાની તૈયારીમાં ચીન, તૈનાત કરી ઘાતક S-400 અને DF-17 મિસાઇલ

 | 6:35 pm IST

ચીન (China)ની સેના એકવાર ફરી તાઇવાન (Taiwan) પર મોટો હુમલો કરવાની તૈયારીમાં લાગી છે. તાઇવાનથી અડીને આવેલી સરહદ પર ચીને DF-17 હાઇપરસોનિક મિસાઇલ (Hypersonic missile) અને S-400 એર ડિફેન્સ સિસ્ટમને સજ્જ કરી છે. ચીને આ વિસ્તારમાં ઝડપથી પોતાના સૈનિકોની સંખ્યા ઘણી જ વધારી છે. અનેક સૈન્ય સુપરવાઇઝર્સે ચિંતા વ્યક્ત કરી છે કે આ વિસ્તારમાં પોતાના શક્તિશાળી હથિયારોની તૈનાતી કરીને ચીન સ્પષ્ટ રીતે તાઇવાનને ધમકી આપી રહ્યું છે.

DF-11 અને DF-15 મિસાઇલોને તૈનાત કરી

ચીને પહેલાથી જ આ વિસ્તારમાં DF-11 અને DF-15 મિસાઇલો (Missile) ને તૈનાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે હવે આ જૂની પડી ચુકેલી મિસાઇલોની જગ્યાએ પોતાની હાઇપરસોનિક મિસાઇલ DF-17ને તૈનાત કરશે. આ મિસાઇલ લાંબા અંતર સુધી સટીક નિશાન લગાવવામાં માહેર છે. આવામાં જો ચીન હુમલો કરે છે તો તાઇવાને પોતાની સુરક્ષા માટે મોટાપાયે વ્યવસ્થા કરવી પડશે. ચીનની DF-17 મિસાઇલ 2500 કિલોમીટર દૂર સુધી હાઇપરસોનિક સ્પીડથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે.

પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ આ મિસાઇલ

આ મિસાઇલને પહેલીવાર ગત વર્ષે ચીનના સ્થાપનાની 70મી વર્ષગાંઠના અવસર પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મિસાઇલ 15000 કિલોગ્રામ વજન અને 11 મીટર લાંબી છે, જે પારંપારિક વિસ્ફોટકો ઉપરાંત ન્યૂક્લિયર વૉરહેડને પણ લઇને જઇ શકે છે. સરળ ભાષામાં કહીએ તો આ મિસાઇલ પરમાણુ હુમલો કરવામાં પણ સક્ષમ છે. કાંવા ડિફેન્સ રિવ્યૂના એડિટર-ઇન-ચીફ આંદ્રેઈ ચાંગના પ્રમાણે, સેટેલાઇટ ઇમેજથી જાણવા મળ્યું છે કે હાલના વર્ષોમાં ફુઝિયાન અને ગુઆંગડોંગ પ્રાંતમાં ચીને મીરન કૉર્પ્સ અને રૉકેટ ફૉર્સના અનેક નવા ઠેકાણા બનાવ્યા છે.

S-400 એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી 

આ બંને રાજ્ય તાઇવાનની નજીક છે. પૂર્વ અને દક્ષિણ થિયેટર કમાન્ડમાં કેટલાક મિસાઇલ અડ્ડાનો આકાર પણ હાલના વર્ષોમાં બમણો થઈ ગયો છે. આવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ પણ ક્ષણે ચીન તાઇવાન પર હુમલો કરી શકે છે. ચીને તાઇવાનથી અડીને આવેલી સરહદ પર રશિયાથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી છે. આની શક્તિશાળી રડાર 600 કિલોમીટર દૂરથી જ તાઇવાની સેનાના મિસાઇલો, ડ્રોન અને યુદ્ધ વિમાનોને શોધી શકે છે. S-400ની રડાર સિસ્ટમ આખા તાઇવાનને કવર કરવામાં સક્ષમ છે. આમાં લાગેલી મિસાઇલો તાઇવાનના કોઈ પણ યુદ્ધ વિમાનને તોડી પાડવામાં સક્ષમ છે. આ ઉપરાંત ચીને પોતાના કથિત સ્ટીલ્થ યુદ્ધ વિમાન J-20ને પણ તૈનાત કર્યા છે.

આ વિડીયો પણ જુઓ: કચ્છના નખત્રાણામાં કમોસમી વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન