China Fire Jets Indian Air Force Standby Fighter Jets
  • Home
  • Gujarat
  • ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત આક્રમક, જથ્થાબંધ યુદ્ધ વિમાનો રાખ્યા સ્ટેન્ડ બાય

ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત આક્રમક, જથ્થાબંધ યુદ્ધ વિમાનો રાખ્યા સ્ટેન્ડ બાય

 | 6:08 pm IST

ભારત અને ચીનનું સૈન્ય લદ્દાખ સરહદે સામસામે છે. સ્ટેન્ડબાયની આ સ્થિતિમાં પણ ચીન ઉશ્કેરણીજનક હરહતો કરી રહ્યું છે. સરહદ નજીક ટેન્ક અને ઘાતક હથિયારો ગોઠવ્યા બાદ ગઈ કાલે તેના 12 જેટલા ફાઈટર જેટે સરહદ નજીક ઉડાન ભરી હતી. હવે ભારતે પણ ચીનને જેવા સાથે તેવાનો જડબાતોડ જવાબ આપવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

વાયુસેનાએ હવે ભારતીય સીમા પાસે જે-7 અને જે-17 પ્રકારના ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે તો જવાબમાં ભારતીય વાયુસેનાએ પણ પોતાના અત્યંત ઘાતક અને 90 કિલોમીટર ઘુસીને બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના દાંત ખાટા કરનારા ઘાતક એવા સુખોઈ-30, મિરાજ-2000, મિગ-29 અને તેજસ વિમાનને સ્ટેન્ડ બાય મોડ પર રાખી દીધા છે.

લદ્દાખ સરહદે ચીન સતત આક્રમક વલણ દાખવી રહ્યું છે. અહીં ચીને તેના J-7 અને J-17 પ્રકારના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે. આ યુદ્ધ વિમાનોમાં J-7 સિંગલ એન્જિન અને હળવું વજન ધરાવતુ વિમાન છે. જેને ચીનની સરકારી કંપની ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને બનાવ્યુ છે. રશિયાના મિગ-21ની આ વિમાન નકલ છે. હાલમાં 2400 J-7 વિમાન આખી દુનિયામાં કાર્યરત છે. આ વિમાન કોઈ પણ પ્રકારના હવામાનમાં હવાથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે. ચીનની એરફોર્સ તેને રક્ષણાત્મક રોલમાં ઉપયોગમાં લે છે. કારણ કે તેની રેન્જ સરવાળે ઓછી છે.

તેવી જ રીતે J-17 વિમાનને ચીનની એરફોર્સમાં 2003માં સામેલ કરાયું હતું. જે પણ ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને જ બનાવ્યું છે. પાકિસ્તાન પણ આ વિમાન વાપરે છે. તેની એક વખત ફ્યુલ ભરીને ઉડવાની રેન્જ 1352 કિલોમીટરની છે. વજન 6411 કિલો છે અને હથિયારો સાથે તે 12,474 કિલો વજન ઉઠાવી શકે છે. આ વિમાન મધ્યમ અંતરની હવાથી હવાથી માર કરી શકનાર મિસાઈલ, સેટેલાઈટલ ગાઈડેડ બોમ્બ, ગ્રેવિટી બોમ્બ, એન્ટી શિપ મિસાઈલથી સજ્જ છે. તેમાં ફિટ કરાયેલું રડાર એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા માટે સક્ષમ છે.

ભારતે પણ ચીનને તેની કોઈ પણ હરકતનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાનો હુકમનો એક્કો ગણાતા SU-30MKI, ફ્રાંસની બનાવટના મિરાજ-2000, મિગ-29 અને ભારતે જ ઘર આંગણે બનાવેલા દુનિયામાં સૌથી ઓછુ વજન ધરાવતા અને ડોગ ફાઈટમાં માહેર ગણાતા તેજસ યુદ્ધ વિમાનોને સરહદ નજીક જ સ્ટેન્ડ બાય રાખી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન