China Gave Threat To America, US Said We Will Continue To Do So
  • Home
  • Featured
  • તાઇવાન-અમેરિકાનું ખૂંખાર યુદ્ધજહાજ અને ચીનની ધમકી, USએ બેધડક કહ્યું- આવું અમે કરતા જ રહીશું

તાઇવાન-અમેરિકાનું ખૂંખાર યુદ્ધજહાજ અને ચીનની ધમકી, USએ બેધડક કહ્યું- આવું અમે કરતા જ રહીશું

 | 9:04 pm IST

જ્યારે અમેરિકા(America)નું ખૂંખાર યુદ્ધજહાજ (Warship) દરિયાની છાતી ચીરીને પસાર થયું તો ચીન(China)ની કરોડરજ્જુમાં ઝણઝણાટ પેદા થઈ ગયો. યૂએસએસ બૈરી(USS Barry)નામનું આ ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર જેવું દરિયામાં તાઇવાન(Taiwan)ની નજીકથી પસાર થયું તો ચીનની હાલત ખરાબ થઈ ગઈ. ચીન અને ભારતની વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ જ યૂએસએસ બૈરીને લઇને અમેરિકા પર પણ તે રોષે ભરાયું છે.

આગળ પણ આવું કરતા રહીશું – અમેરિકા

તાઇવાનની નજીક દરિયાએ રસ્તાથી પસાર થયેલા અમેરિકન યુદ્ધજહાજે ચીનના ભવાં ચઢાવી દીધા. ગુસ્સામાં રાતુચોળ થયેલા ચીને અમેરિકાને આવી હરકતો બંધ કરવાની ચેતવણી આપી છે, પરંતુ અમેરિકા તો અમેરિકા છે. તેણે ચીનના ગુસ્સાને વધારે મહત્વ ના આપતા સ્પષ્ટ કરી દીધું છે કે આ અમેરિકાની રૂટીન એક્સર્સાઇઝનો ભાગ છે અને તે આગળ પણ આવું કરતુ રહેશે. કહેવાનો અર્થ એ છે કે અમેરિકાએ ઇશારા ઇશારમાં ડ્રેગનને કહી દીધું છે કે અમે તો આવું જ કરીશું, જે કરવું હોય એ કરી લો.

અમેરિકાએ આવી હરકતો મુકી દેવી જોઇએ – ચીન

ઉલ્લેખનીય છે કે ગત બુધવારના જ્યારે વિધ્વંસક અમેરિકન યુદ્ધજહાજ યૂએસએસ બૈરી તાઇવાનના જલડમરૂ મધ્યેથી પસાર થયું તો ચીનને આ વાત પસંદ આવી નહીં. તેણે એક નિવેદન જાહેર કરીને અમેરિકા પર દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અમેરિકાએ તાઇવાનની આસપાસ આવી હરકતો મુકી દેવી જોઇએ. બીજી તરફ અમેરિકન પેસિફિક ફ્લીટે કહ્યું કે, તાઇવાન સ્ટ્રેટથી અમેરિકન યુદ્ધ જહાજનું પસાર થવું પ્રશાંત મહાસાગરમાં સ્વતંત્ર અને રોકટોક વગર આવન-જાવનના અમારા દેશની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમેરિકન નૌસેના આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા આગળ પણ આ વિસ્તારમાં યુદ્ધજહાજોના આવન-જાવન ઉપરાંત વિમાનોની પેટ્રોલિંગ ચાલું રાખશે.

ચીનની થઈ ફજેતી

ચીનને કદાચ એવું હતુ કે તેની આ ધમકીથી અમેરિકા ગભરાઈ જશે, માફી માંગશે, પરંતુ અમેરિકાએ જે જવાબ આપ્યો તેણે ચીનની બેઇજ્જતી કરાવી દીધી. અમેરિકાના આ વલણથી લાલચોળ થયેલી ચીનની પીપલ્સ લીબરેશન આર્મીએ કહ્યું કે, અમેરિકન યુદ્ધજહાજની સંપૂર્ણ યાત્રા પર અમારી નજર હતી. અમે અમેરિકાને ચેતવ્યું છે કે તે આવી નિવેદનબાજી અને કાર્યવાહીને છોડે જે તાઇવાન દરિયાઈ ક્ષેત્રમાં તણાવ પેદા કરે છે.

આ વિડીયો પણ જુઓ: સાસણગીરમાં સિંહના દર્શન કરવા હવે શક્ય બનશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન