ચીન મોદી સામે ઝુકાવે છે માથું, ધરાવે છે આદરભાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીન મોદી સામે ઝુકાવે છે માથું, ધરાવે છે આદરભાવ

ચીન મોદી સામે ઝુકાવે છે માથું, ધરાવે છે આદરભાવ

 | 5:32 pm IST

ચીનના પ્રમુખ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય હિતો પ્રત્યે અડીખમ રહેનારા અને ક્ષેત્રમાં ચીનને અટકાવવા માટે ઈચ્છુક દેશો સામે મળીને કાર્યવાહી કરનારા નેતા તરીકે જૂએ છે.

આ અંગે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ (સીએસઆઈએસ)ના ચીની અમેરિકી બોની એસ. ગ્લેસરે જણાવ્યું હતું કે મોદી આ દેશો વિશેષ કરીને અમેરિકા અને જાપાન સાથે હાથ મીલવવા તૈયાર છે. મારા મત મુજબ આ જ મુદ્દે ચીન ચિંતિત છે. એશિયા માટેના વરિષ્ઠ સલાહકાર અને વોશિંગ્ટનની થિંક ટેન્ક સીએસઆઈએસમાં ચીનના પાવર પ્રોજેક્ટમાં ડાયરેકટર ગ્લેસરે જણાવ્યું હતું કે ચીનને ભારત સાથેના તંગદિલીભર્યા સંબંધથી કોઈ જ લાભ થયો હોવાનું જણાતું નથી.

ગ્લેસરે જણાવ્યું હતું કે શી જિનપિંગ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હુંફાળા સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જિનપિંગને આશા હતી કે ભારત ચીનના હિતોને પડકારે નહીં તેવી નીતિ અમલમાં મુકશે, પરંતુ દક્ષિણ ચીન સમુદ્રમાં ભારતની ગતિવિધિઓને કારણે આમ થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન