ચીનમાં ભારે વરસાદ : ૧૬નાં મોત, ૧.૫ લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ - Sandesh
  • Home
  • World
  • ચીનમાં ભારે વરસાદ : ૧૬નાં મોત, ૧.૫ લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ

ચીનમાં ભારે વરસાદ : ૧૬નાં મોત, ૧.૫ લાખથી વધુ લોકોનું સ્થળાંતરણ

 | 2:48 am IST

। બેઈજિંગ ।

ચીનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદનું જોર ચાલી રહ્યું છે. ભારે વરસાદ બાદ પુર આવ્યું હતું જેમાં ૧૬ લોકોના મોત થયા હતા. કુલ ૩.૬૦ લાખ લોકો પૂરને કારણે અસરગ્રસ્ત બન્યા હતા તથા ૧.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. ક્ષેત્રીય આપાતકાલીન પ્રબંધ વિભાગે જણાવ્યું કે પૂરની અશર ચીનના છ શહેરોમાં સૌથી વધારે થઈ હતી. તેમાં ૯ અને ગુઆંગડોંગમાં ૭ લોકોના મોતની ખબર છે. એક હજુ પણ લાપત્તા છે. હુયાન શહેર સૌથી વધારે ભોગ બન્યું હતું. અહીં ૧ લાખ કરતા પણ વધારે લોકો બેઘર બન્યા હતા જ્યારે ૯૫૬ મકાન તૂટી ગયા હતા. ચીનમાં મોસમ સંબંધિત ચેતવણી માટે ચાર કલર સિસ્ટમ નિર્ધારીત છે. રેડ એલર્ટ સૌથી વધારે ખતરનાક મોસમની ચેતવણી આપે છે ત્યાર બાદ ઓરેન્જ, યલો અને બ્લુ નંબરનો વારો આવે છે. ક્ષેત્રીય મોસમ બ્યૂરોએ મંગળવારે પૂર પ્રભાવિત વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું હતું. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

૫૪૦ મિલિયન ડોલરનું નુકસાન

અધિકારીઓએ જણાવ્યું કે ચીનના દક્ષિણ વિસ્તારના જિયાંગક્સીમાં ૩ લાખ ૩૮ હજાર એકર વિસ્તારનો પાકને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. સ્થાનિક પ્રશાસને પ્રભાવિતોની મદદ માટે ૭૦૦ ફાયર ફાઈટર્સ અને ૨૦૦ કરતા પણ વધારે પોલીસ અધિકારીઓને તૈનાત કર્યા છે. ચીની સરકારે અત્યાર સુધીમાં ૧.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી લીધા છે. તથા તેમને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર લોકોની મદદ માટે ખડે પગે તૈયાર છે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સની ખબર અનુસાર ભારે પૂરમાં ૧૬ લોકોના મોત થયા હતા.

વરસાદ અને વાવાઝોડોનો કેર

ચીનના જિયાંગ પ્રાંતમાં આવેલા ભારે વરસાદ, પવન અને વાવાઝોડાને કારણે છ લોકોના મોત થયા હતા. ગુરુવારે ધોધમાર વરસાદ શરૂ થછયો હતો. ૭૭, ૪૦૦ હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું તથા ૧૧૮ ઘરો ધ્વસ્ત થયા હતા.

વિકરાળ વાયુથી ચીન ગભરાયું, ૧૦ સમુદ્રી જહાજોએ ભારત પાસે મદદ માંગી

ચક્રવાતી તોફાન વાયુથી બચવા માટે ૧૦ ચીની સમુદ્રી જહાજોએ ભારત પાસે મદદ માંગી છે. આ જહાજોમાં મહારાષ્ટ્રના રત્નાગિરિ બંદરમાં શરણ આપવામાં આવી છે. ભારતીય તટરક્ષક મહાનિરિક્ષક કેઆર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષિત રીતે ત્યાં રહેવાની મંજૂરી આપી હતી. વાયુ તોફાનને કારણે ભારતના વિમાનોના સંચાલનમાં અડચણ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન