પાકિસ્તાનના આતંકીઓને છાવરતું ચીન ISથી ફફડ્યું, અફઘાનિસ્તાનમાં સ્થાપશે મિલિટરી બેઝ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાકિસ્તાનના આતંકીઓને છાવરતું ચીન ISથી ફફડ્યું, અફઘાનિસ્તાનમાં સ્થાપશે મિલિટરી બેઝ

પાકિસ્તાનના આતંકીઓને છાવરતું ચીન ISથી ફફડ્યું, અફઘાનિસ્તાનમાં સ્થાપશે મિલિટરી બેઝ

 | 9:59 pm IST

આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને છાવરતા આવતા ચીનમાં પણ હવે ફફડાટ ઓભો થયો છે. માટે જ ચીન આફ્રિકાના જિબૂતી બાદ અફઘાનિસ્તાનમાં સૈન્ય બેઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે આતંકથી ધિખતી અફઘાનિસ્તાનની ધરા પર હવે ચીનની ભૂમિકા વધશે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ પણ જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી ચીનમાં આતંકવાદીઓને પ્રવેશતા રોકવા માટે બેઈજીંગ અહીં મિલિટરી બેઝ બનાવવાની વાત કરી રહ્યું છે. ચીનને એ વાતની ચિંતા છે કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અફઘાનિસ્તાનના માર્ગે થઈ પોતાને ત્યાં પ્રવેશી શકે છે.

અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મિલિટરી બેઝ અફઘાનિસ્તાનના અંતરિયાળ અને પહાડી એવા વાખાન કોરિડોરમાં બનાવવામાં આવશે. અહીં થોડા સમય પહેલા જ ચીન અને અફઘાનિસ્તાનના સૈનિકોએ સંયુક્ત રૂપે પેટ્રોલિંગ કર્યું હતું. અફઘાનિસ્તાનનો આ બંજર વિસ્તાર ચીનના તણાવયુક્ત જિનજિયાંગ ક્ષેત્રની લગોલગ છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના અન્ય વિસ્તારોથી એટલો બધો અળગો છે કે તેને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષની કોઈ જ જાણકારી નથી.

પાણી પહેલા પાળ બાંધવામાં માહેર ચીનની ચિંતા એ પણ છે કે અહીં વસતા લોકોના જિનજિયાંના લોકો સાથે ખુબ જ ઘનિષ્ઠ સંબંધો છે. અહીંના લોકો એક બીજા તરફ આવતા જતા રહે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આર્થિક અને ભૂરાજનૈતિક દબદબો વધારવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જેના માટે ચીને દક્ષિણ એશિયામાં અરબો ડૉલરનું રોકાણ કરી રહ્યું છે. આ સ્થિતિમાં જો આતંકવાદીઓનો પડકાર ઉભો થાય તો ચીનના ઈરાદાઓને ભારે ઝાટકો લાગી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનથી આ જિનજિયાંગ ક્ષેત્રમાં અસ્થિરતા ઉભી થઈ શકે છે, માટે આ પ્રકારના કોઈ પણ પગલાને સુરક્ષાના માપદંડોથી જોવા જોઈએ.

બેઈજીંગને એ વાતની ચિંતા પણ સતાવી રહી છે કે ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેંટ (ETIM)ના ઉઈગુર સમુદાયના લોકો વાખાન મારફતે શિનજિયાંગમાં પ્રવેશીને હુમલા કરી શકે છે. ચીનને એ વાતનો પણફફડાટ છે કે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ઈરાક અને સીરિયાથી ભાગીને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન થઈ જિનજિયાંગમાં પ્રવેશી શકે છે. એટલું જ નહીં, વાખાનના માર્ગે થઈ આતંકીઓ ચીનમાં દાખલ થઈ શકે છે.

અફઘાન રક્ષા મંત્રાલયના ઉપપ્રવક્તા મોહમ્મદ રદમનેશે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન અને ચીનના અધિકારીઓએ ડિસેમ્બરમાં બેઈજીંગ આ યોજના પર ચર્ચા કરી હતી પરંતુ વિસ્તારપૂર્વકની વાતચીત આગળ વધી રહી છે. અમે બેઝ બનાવવાની મંજુરી આપીશું પરંતુ ચીનની સરકારે અમને આર્થિક મદદની સાથો સાથ સૈન્ય ઉપકરણો અને અફઘાન સૈનિકોને ટ્રેનિંગ આપવાનું આશ્વાસન આપવું પડશે.

કાબુલમાં ચીની દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ ટૂંકમાં જણાવ્યું હતું કે, બેઈજીંગ અફઘાનિસ્તાનમાં ક્ષમતા નિર્માણમાં શામેલ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી અધિકારી અગાઉ જ અફઘાનિસ્તાનમાં ચીનની ભૂમિકાનું સ્વાગત કરી ચુક્યાં છે.