China infiltrates Uttarakhand's Chamoli district: ITBP
  • Home
  • Featured
  • ખંધા ચીનાનો ‘પીઠ પાછળ વાર’, ભારતની સરહદમાં 4KM સુધી ઘૂસી ગયા, આ રીતે ખુલી પોલ

ખંધા ચીનાનો ‘પીઠ પાછળ વાર’, ભારતની સરહદમાં 4KM સુધી ઘૂસી ગયા, આ રીતે ખુલી પોલ

 | 10:25 am IST

ચીની સૈનિક સતત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરે છે. ભારતની ચેતવણી છતાંય ચીનનું અડિયલ વલણ બદલાવાનું નામ લઇ રહ્યાં નથી. એક વખત ફરીથી ચીને ભારતની ધરતીમાં ઘૂસવનાની કોશિષ કરી છે.

ભારત અને ચીનની વચ્ચે છેલ્લાં ઘણા સમયથી સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. ચીન સતત દોસ્તીનો દાવો કરે છે પરંતુ તેની ચાલ કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ITBPના એક રિપોર્ટ પ્રમાણે ચીને ઑગસ્ટ મહિનામાં ત્રણ વખત ભારતની ધરતી પર ઘૂસણખોરી કરી છે.

ચીને ઉત્તરાખંડના બારાહોતીમાં 6 ઑગસ્ટ, 14 ઑગસ્ટ, અને 15 ઑગસ્ટના રોજ ઘૂસણખોરી કરી. આ દરમ્યાન ચીનની સેના PLAના સૈનિક અને કેટલાંક સિવિલિયન, બારાહોતીની રિમખિમ પોસ્ટ નજીક દેખાયા હતા.

રિપોર્ટના મતે ચીની સૈનિક અંદાજે 4 કિલોમીટર સુધી ભારતીય સરહદની અંદર ઘૂસી આવ્યા હતા. રિપોર્ટનું માનીએ તો જ્યારે દેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યું હતું ત્યારે ચીનના સૈનિક ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યાં હતા. ITBPના કડક વિરોધ બાદ ચીનના સૈનિક અને તેમના નાગરિક પાછા ગયા હતા.

ચીન અને ભારતની વચ્ચે આની પહેલાં ડોકલામને લઇ વિવાદ થઇ ચૂકયો છે. અહીં 72 દિવસ માટે ભારત અને ચીનની સેના સામ-સામે હતી. જો કે આ વિવાદ બાદમાં ઉકેલાઇ ગયો હતો પરંતુ આ દરમ્યાન માહોલ એકદમ ગરમાયો હતો. બંને દેશોની સરકારો સતત બોર્ડર પર શાંતિની વાતો કહેતા રહ્યાં છે, જો કે જમીન પર તસવીર કંઇક અલગ જ નજર આવે છે.