China Intrude 423 Metres into Indian Tarritory in Galwan Valley, Satellite Photo
  • Home
  • India
  • સેટેલાઈટ તસવીરમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, ચીની સૈન્ય 423 મીટર ભારતની સરહદમાં ઘુસ્યું

સેટેલાઈટ તસવીરમાં સનસનાટીપૂર્ણ ખુલાસો, ચીની સૈન્ય 423 મીટર ભારતની સરહદમાં ઘુસ્યું

 | 9:41 pm IST

ભારત અને ચીન સરહદે સામસામે છે. જોકે સરહદે વિવાદનું કેન્દ્ર બનેલા ગલવાન ઘાટી પર ચીન તેની નાપાક હરકત કરવામાંથી બહાર નથી આવી રહ્યું. અહીં ચીને ભારતીય વિસ્તારમાં છેલ 423 મીટર સુધી ઘુષણખોરી કરી હોવાના પુરાવા હાથ લાગ્યા છે.

PLAના સૈનિકોની આ ઘુષણખોરી ચીનના 1960ના દાવા કરતા ઘણી આગળ છે. 25મી જુને ભારતની એક જાણીતી સમાચાર ચનલને હાથ લાગેલી કેટલીક સેટેલાઈટ તસવીરોમાં આ ખુલાસો થયો છે. તસવીરોમાં છેક ભારતીય વિસ્ત્તારમાં ચીનના 16 ટેંટ, ત્રાડપત્રીઓ, એક મોટું શેલ્ટર અને 14 ગાડીઓ નજરે પડે છે.

પૂર્વી લદ્દાખમાં આવેલી ગલવાન ખીણમાં ચીને અચાનક જ ભારતીય સરહાદ પર અતિક્રમણ કર્યું હતું. ત્યાર બાદ બંને દેશોની સેના સામસામે આવી ગઈ હતી. જોકે આ સ્ટેંડ ઓફની સ્થિતિ હજી પણ યથાવત જ છે. અહીં હિંસક અથડામણ પણ થઈ હતી જેમાં ભારતે ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. હવે ચીની સૈનિકોએ અહીં ભારતીય વિસ્તારમાં છેક 423 મીટર સુધીની ઘુષણખોરી કરી હોવાની તસવીરો સામે આવી છે.

1960ના ચીની દાવામાં બેઈજીંગના આ વિસ્તારમાં પોતાની સટીક અક્ષાંઅસ અને રેખાંસ સહિત ભારતના અધિકારીઓનો રિપોર્ટ અને સરહદી પ્રશ્ન પર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 1960-61માં વિદેશ મંત્રાલય દ્વારા પબ્લિશ કરવામાં આવેલા નવા ડોક્યુમેંટ્સમાં બંને પક્ષો વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ભારત દ્વારા પુછવામાં આવેલા સવાલ અને તેના પર ચીનના જવાબ નોંધવામાં આવ્યા છે.

કેટલીક પહાડીઓની ઉંચાઈ અને વિશિષ્ઠ જગ્યાઓના લોકેશનને લઈને એક ભારતીય સવાલના જવાબમાં ચીની પક્ષે પોતાના દાવા માટે વિશિષ્ટ કોઓર્ડિનેટ્સની એક શ્રેણી યાદી તૈયાર કરી છે જેમાં ગલવાન વિસ્તાર પણ શામેલ છે.

ગૂગલ અર્થ પ્રો પર જો આ કોઓર્ડિનેટ્સ પર નજર કરવામાં આવે તો ગલવાન ખીણમાં આ જગ્ય્યા ખુબ જ સરળતાથી જોઈ શકાય છે. આ કોઓર્ડિનેટ્સની ઉત્તરનો વિસ્તાર ભારતીય હોવો જોઈએ, પણ ખરેખર પરંતુ સેટેલાઈટ ઈમેજમાં અહીં સ્પષ્ટ રૂપે ચીનની ઘુષણખોરી નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન