NIFTY 9,653.50 -4.05  |  SENSEX 31,297.53 +-14.04  |  USD 64.4950 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચાઇના માસ્ટર્સ : પારૂપલ્લી કશ્યપનો પરાજય થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર

ચાઇના માસ્ટર્સ : પારૂપલ્લી કશ્યપનો પરાજય થતાં ટૂર્નામેન્ટમાંથી બહાર

 | 1:53 am IST

ચાંગઝોઉ, તા.૨૦

કોમનવેલ્થ રમતોનાં પૂર્વ બેડમિન્ટન ચેમ્પિયન પારૂપલ્લી કશ્યપ ૧,૫૦,૦૦૦ની ઇનામી રકમવાળી ચાઇના માસ્ટર્સ ગ્રાં.પ્રી સ્પર્ધામાં સિંગલ્સનાં  મુકાબલામાં પરાજય થતા બહાર થઇ ગયો છે. કશ્યપનો ચીનનાં ત્રીજા ક્રમાંકિત કિયાઓ બિનની સામે એક કલાક અને ૧૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૧૦-૨૧, ૨૨-૨૦, ૧૩-૨૧થી પરાજય થયો હતો. ખભાની ઇજામાંથી મુક્ત થયા બાદ આ ટૂર્નામેન્ટથી તે વાપસી કરી રહ્યો હતો. જાન્યુઆરીમાં પ્રીમિયર બેડમિન્ટન લીગ દરમિયાન તેને ઇજા થઇ હતી. તેના પરાજય બાદ ભારતની એક માત્ર આશા હર્ષીલ દાની પર ટકી રહી છે. તેનો સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં આગળનો મુકાબલો ચીનનાં સન ફેઇજિયાંગ સામે થશે. દાનીએ બીજા રાઉન્ડનાં મુકાબલામાં ચીનનાં યાન રૃં જેને ૨૧-૧૬, ૨૨-૨૦થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ પહેલા કશ્યપે બીજા રાઉન્ડમાં થાઇલેન્ડનાં સુપ્પન્યુને હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો ચીની ખેલાડી સામે પરાજય થયો હતો. સાઇ ઉત્તેજીતા રાવ ચૂકા અને શ્રી કૃષ્ણા પ્રિયા કુદારાવલ્લીનો પરાજય થતા મહિલા વર્ગમાં ભારતનો પડકાર પહેલેથી જ સમાપ્ત થઇ ગયો હતો.