ચીનની શાન ઠેકાણે આવી, ભારત સાથે યોજશે સંયુક્ત સેના અભ્યાસ - Sandesh
  • Home
  • India
  • ચીનની શાન ઠેકાણે આવી, ભારત સાથે યોજશે સંયુક્ત સેના અભ્યાસ

ચીનની શાન ઠેકાણે આવી, ભારત સાથે યોજશે સંયુક્ત સેના અભ્યાસ

 | 11:03 pm IST

સેના વડા જનરલ બીપીન રાવતે જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે યોજાતી સંયુક્ત સેના અભ્યાસનો ફરી આરંભ થશે. ડોકલામ વિવાદ પછી બંને દેશોમાં સંબંધો આવેલી કડવાશ દૂર થઈ ગઈ છે અને સંબંધો હવે સુધરી રહ્યા છે.

જનરલ રાવતે જણાવ્યું હતું કે ચીન સાથેની મિલિટરી ડિપ્લોમસી દૂર થઈ ગઈ છે અને ડોકલામ વિવાદ પછી અટકી પડેલી બોર્ડર પર્સનલ મીટિંગ્સ પણ ફરી શરૂ થઈ ગઈ છે. બંને સેના વચ્ચે મૈત્રિભર્યા સંબંધો પુનઃસ્થાપિત થયા છે.

એક પ્રશ્નના જવાબમાં જનરલ રાવતે જણાવ્યું હતું કે ચીન સાથે હેન્ડ ઈન હેન્ડ અભ્યાસ દર વર્ષે યોજાય છે. ડોકલામ વિવાદને કારણે માત્ર ગયા વર્ષે આ અભ્યાસનું આયોજન થયું ન હતુ, પરંતુ હવે અભ્યાસનો ફરી આરંભ થશે.

ભારત અને ચીન વચ્ચે 73 દિવસ સુધી ડોકલામ વિવાદ સર્જાયો હતો. આ વિવાદનો ઓગસ્ટમાં સુખદ ઉકેલ આવ્યો હતો. સંરક્ષણપ્રધાન નિર્મલા સિતારમણ આગામી મહિને ચીનની મુલાકાતે જનાર છે.