ચીન શાંતિ અને યુદ્ધ બંને માટે તૈયાર છે : ગ્લોબલ ટાઇમ્સની ખુલ્લી ધમકી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીન શાંતિ અને યુદ્ધ બંને માટે તૈયાર છે : ગ્લોબલ ટાઇમ્સની ખુલ્લી ધમકી

ચીન શાંતિ અને યુદ્ધ બંને માટે તૈયાર છે : ગ્લોબલ ટાઇમ્સની ખુલ્લી ધમકી

 | 12:30 am IST

। નવી દિલ્હી ।

ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ચીની સેનાની પોલ ખોલ્યા બાદ ડ્રેગન ગિન્નાયો છે. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ભારતને યુદ્ધની ધમકી આપવામાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સના એડિટર હૂ શિજિને અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે, ચીન શાંતિ અને યુદ્ધ બંને માટે સજ્જ છે. તેમણે દાવો કર્યો છે કે, લદાખ સરહદે ચીની સેના દ્વારા દબાણ ઊભું કરવામાં આવતા ભારતીય સેના નરમ પડી હતી. શિજિને એવો પણ દાવો કર્યો છે કે, પીએલએ પેંગોંગ સરોવર પાસે ભારત-ચીન સરહદે નિર્ણાયક કામગીરી માટે પોતાની તહેનાતી વધારી દીધી છે. ચીન-ભારત સરહદે શાંતિ જળવાઈ રહે તે માટે બેઈજિંગે પ્રયાસ કરવા જોઈએ તેમ છતાં પોતાની સેનાને કોઈપણ સ્થિતિ માટે સજ્જ રાખવી જોઈએ. ભારતમાં કેટલીક અતિ રાષ્ટ્રવાદી તાકાતો છે જેમણે સરળ રસ્તે જવાની મનાઈ કરીને આકરો અભિગમ અપનાવ્યો હતો.

ચીન ભારતને જડબાતોડ જવાબ આપવા સક્ષમ

શિજિને ચીની વિદેશ મંત્રાલયને સલાહ આપી છે કે ભારત સાથે ચર્ચા કરવા દરમિયાન તેને તેની જ ભાષામાં સમજાવવામાં આવે તે વધારે જરૂરી છે. આ પહેલાં શિજિને દાવો કર્યો હતો કે, ચીની સેના ભારતીય ટેન્કોનો ખાતમો બોલાવવાનો અભ્યાસ કરી રહી છે. તેમણે એવી પણ ધમકી આપી હતી કે, ભારત આડોડાઈ કરતો હોય તો ચીની સેના તેને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન