China PLA Moves Across India, Now near Lipulekh at Uttrakhand
  • Home
  • Featured
  • નેપાળ પીઠ પાછળ ખંજર ભોંકવાની ફિરાકમાં? લિપુલેખ પાસે ચીની જવાનોનો ખડકલો!

નેપાળ પીઠ પાછળ ખંજર ભોંકવાની ફિરાકમાં? લિપુલેખ પાસે ચીની જવાનોનો ખડકલો!

 | 2:16 pm IST

ભારતની વિરૂદ્ધ નિવેદનબાજીની વચ્ચે શું નેપાળ પાડોશી દેશ ચીનની સાથે મળીને કોઇ ચાલ પણ ચાલી રહ્યું છે? આ પ્રશ્ન લિપુલેખની પાસે ચીની સેનાની વધતી ગતિવિધિઓ બાદ ઉઠી રહ્યો છે. માહિતી મળી છે કે લદ્દાખમાં ચીન ભલે સૈનિકોને પાછળ હટાવાની વાત કરી રહ્યું છે પરંતુ તેણે લિપુલેખ વિસ્તારમાં LACને પાર પોતાના એક હજાર સૈનિકો તૈનાત કરી દીધા છે. લિપુલેખ વિસ્તાર ભારત, નેપાળ અને ચીનની સરહદોને મળનાર જગ્યા છે જે છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ ચર્ચામાં છે.

તૈનાત કર્યા 1 હજાર જવાન

મળતી માહિતી પ્રમાણે ચીન લદ્દાખ બાદ હવે લિપુલેખમાં પોતાની સેના તૈનાત કરી રહ્યું છે. તેણે સૈનિકોની એક બટાલિયન એટલે કે અંદાજે 1000થી વધુ જવાન લિપુલેખની પાસે તૈનાત કરી દીધા છે. જો કે ભારતે એટલા જ જવાન પોતાના ક્ષેત્રમાં તૈનાત કરી દીધા છે.

ભારત અને ચીનની વચ્ચે અંદાજે ત્રણ મહિનાથી લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે. અંદાજે 45 વર્ષ બાદ ત્યાં 15 જૂનના રોજ બોર્ડર પર હિંસા થઇ જેમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા તો ચીનના પણ 40 જવાન મર્યાના સમાચાર હતા. હવે જ્યારે લદ્દાખમાં વાતચીત બાદ બંને દેશોની સેનાઓ ધીમે-ધીમે પાછળ હટી રહી છે તો ચીને લિપુલેખમાં ચાલ ચલી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચાર પ્રમાણે ચીન સેના એટલે કે પીએલએના સૈનિક LACને પાર લિપુલેખમાં દેખાયા છે.

નેપાળે કર્યો હતો લિપુલેખ પર દાવો

લિપુલેખ પાસ એ જ વિસ્તાર છે જ્યાંથી ભારતે માનસરોવર યાત્રા માટે નવો રૂટ બનાવ્યો છે. આ પાછલા દિવસોમાં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે નેપાળે અહીં ભારતના બનાવેલ 80 કિલોમીટરના રસ્તા પર નારાજગી વ્યકત કરી હતી. પછી નેપાળે પોતાને ત્યાં નવો નકસો પાસ કરી વિવાદ વધારી દીધો હતો. તેમાં કાલાપાની, જેમાં લિપુલેખ પણ સામેલ હતું પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. હાલ ભારત ચીનના જેટલા સૈનિકોની તૈનાતી કરવાની સાથો સાથ નેપાળ પર પણ પૂરી નજર રાખી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ : અયોધ્યામાં 500 વર્ષ બાદ રામમંદિરનું થવા જઈ રહ્યું છે નિર્માણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન