ચીન અને પાકિસ્તાનને ભારતીય સૈનાધ્યક્ષની ગર્ભિત ચિમકી - Sandesh
NIFTY 10,755.70 +55.25  |  SENSEX 34,980.12 +209.07  |  USD 63.8900 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચીન અને પાકિસ્તાનને ભારતીય સૈનાધ્યક્ષની ગર્ભિત ચિમકી

ચીન અને પાકિસ્તાનને ભારતીય સૈનાધ્યક્ષની ગર્ભિત ચિમકી

 | 4:07 pm IST

ભારતીય સૈનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે ચીન અને પાકિસ્તાન બંનેને ચેતવ્યા હતાં. ચીન બાબતે રાવતે કહ્યું હતું કે ચીન શક્તિશાળી દેશ હોઈ શકે છે, પરંતુ ભારત પણ કમજોર દેશ નથી. ભારત કોઈ પણ દેશને પોતાના વિસ્તારમાં ઘુષણખોરીની અનુમતિ નહીં આપે અને ચીનના પડકારોનો સામનો કરવા સક્ષમ છે. જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને પણ ચેતવણી અપતા કહ્યું હતું કે, જેટલા આતંકવાદીઓ મારશો તેટલા તે મોકલતું જ રહેશે. પાકિસ્તાનને દર્દનો અહેસાસ કરાવવા તેની સૈન્ય ચોકીઓને નિશાન બનાવવામાં આવશે તેમ જનરલ રાવતે કહ્યું હતું.

જનરલ બિપિન રાવતે આજે કહ્યું હતું કે, હવે સમય પાકી ગયો છે કે ભારતે તેનું ધ્યાન ઉત્તરની સરહદ તરફ કેન્દ્રિત કરવું જોઇએ. ભારત ચીનની આક્રમકતાનો સામનો કરવા સંપુર્ણ રીતે સક્ષમ છે. સૈન્ય પ્રમુખે ડોકલામ મુદ્દે કહ્યું હતું કે, સરહદ પર થતી કોઈ પણ પ્રકારની હિલચાલ પર અમારી નજર છે. કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ. અરૂણાચલ પ્રદેશમાં પોતાનો પ્રભાવ વધારવાની નીતિ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ભારત પાડોશી દેશોને પોતાની દૂર કરી ચીન સાથે નહીં જવા દે.

છેલ્લા કેટલાક સમયથી અરૂણાચલ પ્રદેશ સરહદ પર ચીની સૈન્યની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી છે. ચીન દ્વારા કરવામાં આવતી ઘુષણખોરીની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. બીજી તરફથી ચીન સતત તેના શક્તિશાળી સૈન્યનો હવાલો આપતું રહે છે. આ મુદ્દે સેન્ય પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, ચીન એક શક્તિશાળી દેશ છે, પરંતુ ભારત પણ કોઈ કમજોર દેશ નથી. ભારત કોઈને પણ અમારા ભૂભાગમાં ઘુષણખોરીની અનુમતિ નહીં આપે. અમે કોઈ પણ પડકારનો સામનો કરવા સંપૂર્ણ પણે તૈયાર છીએ.

પાકિસ્તાનને પણ ચેતવ્યું

રાવતે આતંકવાદને લઈને અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી ચેતવણીઓ બાબતે કહ્યું હતું કે, ભારતે રાહ જોવી પડશે અને તેની અસર શું કશે તે જોવું પડશે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદી માત્ર ઉપયોગ કરીને ફેંકી દેવાની વસ્તુ છે. અમે અત્યાર સુધી પાકિસ્તાનના 39 આતંકવાદીઓને જીવતા પકડ્યાં છે. અમે તેમને તક આપીએ છીએ. જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ પર રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાન સતત આતંકવાદીઓ મોકલતું જ રહેશે. તમે જેટલા આતંકવાદીઓ મારશો તેટલા તે મોકલતું રહેશે. તેથી અમે નક્કી કર્યું છે કે પાકિસ્તાની સૈન્યની એ પોસ્ટને નિશાન બનાવવામાં આવે જ્યાંથી તેને મદદ મળતી રહે છે. અમારો હેતુ પાકિસ્તાની સૈન્યની પોસ્ટને બરબાદ કરવાનો છે જેથી કરીને પાકિસ્તાનને તેના દર્દનો અહેસાસ કરાવી શકાય. તેથી પાકિસ્તાનને જે નુંકશાન થયું છે તે આપણા કરતા ત્રણ ચાર ઘણું વધારે છે.