China President Xi Jinping fears Of Political Coup in China
  • Home
  • Featured
  • ચીનમાં તખ્તાપલટનો ડર, જિનપિંગ પોતાના જ ઘરમાં બરાબરના ઘેરાયા, થયા આવા હાલ

ચીનમાં તખ્તાપલટનો ડર, જિનપિંગ પોતાના જ ઘરમાં બરાબરના ઘેરાયા, થયા આવા હાલ

 | 12:20 pm IST

આખી દુનિયા ઉપર ચીનનો દબદબો કરીને દેશને મહાસત્તા બનાવવાનું સ્વપ્ન જોતા શી જિનપિંગ હવે પોતાની ખુરશી સંભાળવાની ચિંતામાં છે. જિનપિંગને દેશમાં રાજકીય બળવાનું જોખમ છે. તેથી તેઓએ પોલીસ અધિકારી, ન્યાયાધીશ અને રાજ્ય સુરક્ષા એજન્ટની જવાબદારી માત્ર તેમની તરફ જ છે તે સુનિશ્ચિત કરવા કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

રિપ્લેસ કરવાનો ડર

વોશિંગ્ટન ડી.સી.માં ઉઇગર ટાઇમ્સ એજન્સીના સ્થાપક તાહિર ઇમિને એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ પૃથ્વી પર એકમાત્ર એવા નેતા છે જે કેન્દ્ર સરકારમાં તમામ 11 પોઝિશન લઈ શકે છે.’ ભૂતપૂર્વ સીસીપી પાર્ટી સ્કૂલના પ્રોફેસર ચાઇ શિયાએ ગયા મહિને FRA ચાઇનીઝને કહ્યું હતું કે સીસીપીની અંદર શી માટે મોટો પડકાર છે. તેમને આ અંગે ખબર છે અને જો અમેરિકા ચીની અર્થવ્યવસ્થા પર સતત દબાણ બનાવતું રહ્યું તો સીસીપીની સેન્ટ્રલ કમિટી તેમને રિપ્લેસ કરવા અંગે વિચારી શકે છે.

શીના પ્રત્યે વફાદારીની ખાતરી કરવાનો પ્રયાસ

જિનપિંગ 2022માં યોજાનારી રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલા દેશના સુરક્ષાતંત્રને વધુ મજબૂત બનાવવા માંગે છે. એવા અધિકારીઓ જેની નિષ્ઠાથી જિનપિંગને સંતોષ નથી મળતો તેમને માઓ-સ્ટાઇલમાં પાઠ ભણાવવામાં આવે છે. દરેક એજન્સીમાં એક જ મંત્ર ચાલી રહ્યો છે કે દરેક વાત પર શી નું કહેવું માનવામાં આવે. જુલાઈમાં જિનપિંગના વફાદાર શેન યશિને એક અભિયાન ચલાવ્યું હતું જેનો હેતુ એવા લોકોને શોધવાનો હતો કે જેઓ પાર્ટીમાં વફાદાર અને પ્રામાણિક નથી. એવું માનવામાં આવે છે કે એવું એટલા માટે કર્યું કારણ કે પક્ષના આંતરિક ગ્રૂપ ઘરેલું અને વિદેશી બાબતોમાં લશ્કરી દખલથી ખુશ નથી.

કેન્દ્રીય શાસન માટે મુશ્કેલીઓ આવી

એશિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફેલો એન્ડ્રીયા ફુલ્ડાનું કહેવું છે કે શી ને પણ ચીનની બહારથી પણ ખતરો છે. બહારથી લાગે છે કે સીસીપી તદ્દન સ્થિર છે પરંતુ એવું નથી. જિનપિંગના કંટ્રોલમાં આવવાથી તાકાતનું કેન્દ્રીયકરણ થયા બાદ સીસીપીમાં ઉથલપાથલ શરૂ થઇ ગઇ છે. એવા અધિકારીઓની વિરૂદ્ધ વધતી કાર્યવાહીથી સમજી શકાય છે કે રાજકીય કેન્દ્રમાં સ્થાનિક અધિકારીઓને કંટ્રોલ કરવા અને શી માટે વફાદારી સુનિશ્ચિત કરવા કેન્દ્ર માટે મુશ્કેલ થઇ ગયું છે.

રાજકીય અસ્થિરતાનો યુગ

પક્ષના જમીની કામદારોમાં પણ નારાજગી છે કે વરિષ્ઠ સીસીપી અધિકારીઓને તેમના કરતા વધુ સુરક્ષા મળે છે. આ બધાને લીધે ચીનમાં રાજકીય અસ્થિરતા અને પતનની શરૂઆત દેખાઇ રહી છે. 2018માં જિનપિંગે રાષ્ટ્રપતિ પદની મહત્તમ મર્યાદા રદ કરીને પોતાને સર્વોચ્ચ નેતા જાહેર કર્યા. એવું માનવામાં આવે છે કે જિનપિંગે તેની સામે બળવાના પ્રયાસને ટાળવા માટે આ કર્યું છે.

વિરોધી છાવણી તરફથી મળી રહ્યા છે પડકારો

જિનપિંગે તેમના વિરોધ પક્ષની વિરૂદ્ધ ભ્રષ્ટાચારને લઇ અભિયાન ચલાવ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટીમાં જિનપિંગના આવવાથી બે દાયકા પહેલાં સુધી સૌથી તાકાતવાર ખેમા જિયાંગ ગઠબંધનનું હતું. તેનું નામ પૂર્વ ચીની રાષ્ટ્રપતિ જિયાંગ જેમિન પર રાખ્યું હતું અને તેમાં CCPના ઇલીટ સભ્ય છે. આ જિનપિંગના હંમેશા રાષ્ટ્રપતિ રહેવાની વિરૂદ્ધ છે. 2012મા સત્તામાં આવ્યા બાદથી જ શી આ જૂથની સામે લડાઇમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન