ચીનના રાષ્ટ્રપતિએ મહિલા પાસેથી મફતમાં પગરખાં લેવાનો ઈનકાર કરી દીધો - Sandesh
  • Home
  • World
  • ચીનના રાષ્ટ્રપતિએ મહિલા પાસેથી મફતમાં પગરખાં લેવાનો ઈનકાર કરી દીધો

ચીનના રાષ્ટ્રપતિએ મહિલા પાસેથી મફતમાં પગરખાં લેવાનો ઈનકાર કરી દીધો

 | 11:50 am IST

સોશિયલ મીડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પગરખાં વેચનારી મહિલા સાથે વાતચીત કરી રહ્યાં છે. મહિલા જિનપિંગને મફતમાં જૂતાં લઈ જવાની ભલામણ કરે છે, પરંતુ જિનપિંગ તેને પુરાને પૈસા ચુકવે છે. જિનપિંગ મહિલાને કહે પણ છે કે, તેમને કોઈની પાસેથી મફતમાં વસ્તુ લેવી અને કોઈની દયાનો સ્વિકાર કરવો તેમને પસંદ નથી.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સિચુઆન પ્રાંતના જૈકી ગામની મુલાકાતે ગયાં હતાં. ગરીબી ઉન્મુલન પ્રોગ્રામ અંતર્ગત તેઓ અહીં ગયાં હતાં. તે દરમિયાન રાષ્ટ્રપતિ હાથે બનાવેલા કેનવાસના પગરખાની દુકાનના પરિક્ષણ માટે પહોંચે છે. તે દરમિયાન દુકાનની મહિલા માલિક જિનપિંગને મફતમાં એક જોડી પગરખાં લેવા કહે છે. પરંતુ રાષ્ટ્રપતિ શી જિનપિંગ મફતમાં પગરખાં લેવાનો ઈનકાર કરી દે છે અને પુરા પૈસા ચુકવે છે. તેઓ મહિલાને પુછે પણ છે કે પૈસા પુરા તો છે ને. રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે, આ પ્રકારની દયા તેઓ ક્યારેય સ્વિકારતા નથી.

ગઈ કાલે 13 માર્ચના રોજ ચાઈના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્કે આ વીડિયો પોતાના પેજ પર અપલોડ કરતાની સાથે જ માત્ર 20 જ કલાકમાં પાંચ લાખથી વધારે લોકોએ આ વીડિયો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિ શી જિનપિંગ મહિલા સાથે હાથ મિલાવતા પણ વીડિયોમાં જનરે પડે છે.

વર્તમાન સમયમાં શી જિનપિંગ માઓત્સે તુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા છે. ચીનમાં તેમનો પ્રભાવ અનેકગણો વધી ગયો છે. એ સ્થિતિમાં તેમના એક સામાન્ય મહિલા સાથેના આ વ્યવહારની ચારેકોર નોંધ લેવાઈ રહી છે. ચીનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવનારા જિનપિંગે આ વ્યવહારથી એક ઉતૃષ્ઠ સંદેશ પણ પાઠવ્યો છે.