China President Xi Jinping says china always given equal status to nepal
  • Home
  • Featured
  • નેપાળને ભારત વિરુદ્ધ કરવા માંગે છે ચાલાક ચીન! શી જિનપિંગે કહ્યું- દેશને સમાન દરજ્જો આપ્યો

નેપાળને ભારત વિરુદ્ધ કરવા માંગે છે ચાલાક ચીન! શી જિનપિંગે કહ્યું- દેશને સમાન દરજ્જો આપ્યો

 | 8:31 pm IST

ભારત અને નેપાળ સરહદ વિવાદ વચ્ચે ચીન તેના રાજનીતિક એજન્ડાને પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યું છે. નેપાળ સાથે રાજદ્વારી સંબંધોની 65મી વર્ષગાંઠ પ્રસંગે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે તેઓ હંમેશાં હિમાલયના આ દેશને સમાન દરજ્જો આપે છે. તેમણે કહ્યું કે ચીને હંમેશાં નેપાળની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતાનું સન્માન કર્યું છે. નેપાળમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

નેપાળ સાથે દ્વિપક્ષીય સંબંધ વધારશે ચીન:

આ પ્રસંગે નેપાળી રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને શુભકામના સંદેશ મોકલતા શી જિંનપિંગે કહ્યું કે તેઓ બંને પાડોશી દેશોના લોકોને વધુમાં વધુ લાભ પહોંચાડવા માટે કામ કરવા તૈયાર છે. ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ચીન-નેપાળ સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને તેમના નેપાળી સમકક્ષ ભંડારી સાથે કામ કરવા ઇચ્છુક છે, જેથી દ્વિપક્ષીય સંબંધો આગળ વધતા રહે. ઉપરાંત જિંનપિંગે કહ્યું કે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા ત્યારથી બંને દેશોએ હંમેશાં એક-બીજાનો આદર કર્યો છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીન અને નેપાળે એક-બીજાને હંમેશાં સમાન માન્યા છે અને પરસ્પર રાજકીય વિશ્વાસને વધાર્યો છે અને પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવ્યો છે. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે ચીન સમર્થક વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સત્તા યથાવત રાખવા અને મજબૂત કરવા માટે જિનપિંગે આ નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રસંગે ચીનના વડાપ્રધાન લી કિકિયાંગ અને નેપાળના વડાપ્રધાન ઓલીએ એક-બીજાને શુભેચ્છા પાઠવી છે.

આ વીડિયો પણ જુઓ: દાહોદના સંજેલીમાં MGVCLની ટીમનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન