China protest over Gen. Rawat comments on ‘security threat’
  • Home
  • Featured
  • જનરલ રાવતની ટિપ્પણી પર ચીનને મરચાં લાગ્યા

જનરલ રાવતની ટિપ્પણી પર ચીનને મરચાં લાગ્યા

 | 9:03 am IST
  • Share

  • ભારતીય અધિકારી કોઇપણ કારણ વગરના તથાકથિત ‘ચીની સૈન્ય ખતરા’ પર અટકળો લગાવે છે: ચીન

  • ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવામાં ‘વિશ્વાસ’ની અછત: બિપિન રાવત

  • કર્નલ વૂ એ કહ્યું કે અમે આ ટિપ્પણીનો સખત વિરોધ કરીએ છીએ

     

ભારતના CDS જનરલ બિપિન રાવતે ચીનને ‘સુરક્ષા માટે સૌથી મોટો ખતરો’ ગણાવ્યો હતો. આ ટિપ્પણી કરતાં આપણા પાડોશી દેશ ચીનને મરચાં લાગ્યા અને ભારતની સમક્ષ આપત્તિ નોંધાવી દીધી. ચીનના રક્ષા મંત્રાલયે આ માહિતી આપી. ચીની રક્ષા મંત્રાલયના પ્રવકતા કર્નલ વૂ કિયાને બેઇજીંગમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતીય અધિકારી કોઇપણ કારણ વગરના તથાકથિત ‘ચીની સૈન્ય ખતરા’ પર અટકળો લગાવે છે, જે બંને દેશોના નેતાઓના રણનીતિક માર્ગદર્શનનું ગંભીર ઉલ્લંઘન છે કે ચીન અને ભારત ‘એક બીજા માટે ખતરો નથી.’

તેમણે કહ્યું કે ભૂ-રાજકીય સંઘર્ષને ભડકાવવો બિનજવાબદાર અને ખતરનાક છે. સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલ વર્ણન અનુસાર કર્નલ વૂ તાજેતરમાં જનરલ રાવતની કથિત ટિપ્પણી પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેમાં કહ્યું હતું કે ‘ચીન ભારત માટે સૌથી મોટો સુરક્ષા ખતરો છે. ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવામાં ‘વિશ્વાસ’ની અછત અને ‘શંકા’નો અભાવ વધતો જઇ રહ્યો છે.

ભારતની સામે કડક વિરોધનો દાવો


કર્નલ વૂ એ કહ્યું કે અમે આ ટિપ્પણીનો સખત વિરોધ કરીએ છીએ અને ભારતીય પક્ષ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. જો કે વિરોધ ક્યારે નોંધાવવામાં આવ્યો તે તેમણે સ્પષ્ટ કર્યું નથી. તેમણે કહ્યું કે, ભારત-ચીન સરહદ મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ અને સ્વાભાવિક છે. ચીનની સરહદ રક્ષક દળો રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સુરક્ષાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે અને સરહદી વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે, તણાવ ઘટાડવા માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે.

પ્રવક્તાએ ચીની કહેવત સંભળાવી

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ એક જૂની ચીની કહેવતનો પણ ઉલ્લેખ કર્યો, ‘જો તમે તાંબાનો ઉપયોગ અરીસા તરીકે કરો છો તો તમે તૈયાર થઇ શકો છો, એટલે કે જો તમે ઇતિહાસનો અરીસા તરીકે ઉપયોગ કરો છો તો તમે ઉદય અને પતનને જાણી શકો છો. જો તમે લોકોનો દર્પણ તરીકે ઉપયોગ કરો છો તો તમે ફાયદા અને ગેરફાયદા સમજી શકો છો. લદ્દાખમાં ગયા વર્ષે મે મહિનામાં ગતિરોધ ત્યારે શરૂ થયો જ્યારે ચીને પૂર્વ લદ્દાખમાં LACની પાસે પેંગોંગ લેક અને અન્ય ક્ષેત્રોમાં પોતાના સૈનિકોને એકત્ર કર્યા હતા.

ગયા વર્ષે 15મી જૂને ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક મુકાબલો થયા બાદ તણાવ વધી ગયો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી સ્તરે તણાવ ઘટાડવા અને વિવાદાસ્પદ વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવા માટે ઘણી વાતચીત થઈ ચૂકી છે. પરંતુ જૂન 2020 પહેલાની સ્થિતિ હજુ સુધી પુનઃસ્થાપિત થઈ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો