China Said They Will Provide Vaccine To Whole World When They Made It
  • Home
  • Corona live
  • કોરોનાનાં વધતા સંકટની વચ્ચે ચીને બદલી ચાલ, 2 ચોંકાવનારા નિર્ણયોની કરી જાહેરાત

કોરોનાનાં વધતા સંકટની વચ્ચે ચીને બદલી ચાલ, 2 ચોંકાવનારા નિર્ણયોની કરી જાહેરાત

 | 3:42 pm IST

ચીને દુનિયાને કોરોનાથી રાહત પહોંચાડવા માટે બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. AFPની રિપોર્ટ પ્રમાણે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિપિંગે સોમવારનાં કહ્યું છે કે ચીન તરફથી તૈયાર કરવામાં આવનારી કોરોના વેક્સિન આખી દુનિયાનાં લોકો માટે ઉપલબ્ધ થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા શી જિનપિંગે એ પણ કહ્યું કે, કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ચીન 2 બિલિયન ડૉલર (લગભગ 15139 કરોડ રૂપિયા)ની આર્થિક સહાયતા આપશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કોરોનાની વિરુદ્ધ લડાઈમાં આ પૈસા આગામી બે વર્ષ દરમિયાન આપવામાં આવશે.

ચીન કોરોનાની વેક્સિન તૈયાર કરશે તો આખી દુનિયાને આપશે

ચીને એ પણ દાવો કર્યો કે તે કોરોના સંકટને લઇને હંમેશા પારદર્શી રહ્યું છે. શી જિનપિંગે કહ્યું કે, જેવું ચીન કોઈ વેક્સિન તૈયાર કરશે, આ આખી દુનિયા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા સહિત દુનિયાનાં અનેક દેશ ચીન પર કોરોનાથી જોડાયેલી જાણકારી છુપાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. આ સાથે ચીનની એક લેબથી કોરોનાનાં લીક થવાને લઇને પણ આરોપ સામે આવતા રહ્યા છે. આના કારણે અમેરિકા અને ચીનની વચ્ચે અત્યારે તણાવ વધેલો છે.

ચીને ગ્લોબલ રિસ્પોન્સ મૂલ્યાંકનનું સમર્થન કર્યું

વિડીયો મારફતે WHO સંમેલનમાં સામેલ થયેલા શી જિનપિંગે એ પણ કહ્યું કે, “ચીન એ વાતનું સમર્થન કરે છે કે કોરોના સંકટ ખત્મ થયા બાદ કોરોનાની વિરુદ્ધ ગ્લોબલ રિસ્પોન્સનું મૂલ્યાંકન કરવામાં આવે. યૂરોપિયન યૂનિયનનાં 27 સભ્યો સહિત દુનિયાનાં અનેક દેશોએ કોરોનાને લઇને WHOનાં શરૂઆતનાં રિસ્પોન્સની તપાસ કરવાની માંગ કરી છે.

અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીએ કર્યો હતો આ દાવો

આ પહેલા અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીનાં અધિકારીઓ પ્રમાણે એ સમાચાર આવ્યા હતા કે ચીનનાં રાષ્ટ્રપતિએ WHOનાં પ્રમુખથી માંગ કરી હતી કે તેઓ કોરોનાથી જોડાયેલી ચેતવણી જાહેર કરવામાં મોડું કરે. આ કથિત ઘટના જાન્યુઆરીની ગણાવવામાં આવી હતી. જો કે WHOએ આવા રિપોર્ટનું ખંડન કર્યું હતુ.

આ વિડીયો પણ જુઓ: જામનગરમાં લોકડાઉન-4ની છૂટછાટનો દૂરઉપયોગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન