China Spy: PMO, DGP, Chief Secretary and 370 other officials Are Tracked By China
  • Home
  • Featured
  • ચીન જાસૂસીકાંડમાં નવો ઘટસ્ફોટઃ ભારતમાં PMOનાં અધિકારીઓ, રાજ્યોનાં DGP-મુખ્ય સચિવો સહિત 370 લોકો રડારમાં

ચીન જાસૂસીકાંડમાં નવો ઘટસ્ફોટઃ ભારતમાં PMOનાં અધિકારીઓ, રાજ્યોનાં DGP-મુખ્ય સચિવો સહિત 370 લોકો રડારમાં

 | 8:30 am IST

પીએમ મોદી સહિત ભારતીય લોકોની જાસૂસીકાંડમાં દિન પ્રતિદિન નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પીએમ મોદી, સરકારી બાબુઓ, બિઝનેસમેન બાદ હવે લિસ્ટમાં નવા નામોનો ઉમેરો થયો છે. અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે ચીન વડા પ્રધાન કાર્યાલયના અધિકારીઓ, રાજ્યોનાં ડીજીપી અને મુખ્ય સચિવો સહિત 370થી પણ વધારે લોકોની જાસૂસી કરી રહ્યું છે. એટલું જ નહીં એવી પણ માહિતી સામે આવી છે કે ચીન 6000 આર્થિક અપરાધીઓની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડીને મોબાઈલ ચોરો સુધીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ મામલે ભારતીય સંસ્થા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ચીન PMOનાં અધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ, રાજ્યોનાં ડીજીપી, મુખ્ય સતર્કા આયોગ, વિદેશ વિભાગનાં અધિકારીઓ, વિત્ત મંત્રાલયના અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ચીન PMOના અડધા ડઝનથી પણ વધારે અધિકારીઓની જાસૂસી કરી રહ્યું છે. જે સીધા પીએમ મોદી હેઠળના મંત્રાલયોમાં કામ કરે છે. એટલું જ નહીં, ચીન ઓછામાં ઓછા 23 મુખ્ય સચિવ અને 15 ડીજીપીની પણ જાસૂસી કરી રહ્યું છે. આ નોકરશાહો મુખ્ય રીતે પ્રાકૃતિક સંસાધનો, શહેરી વિકાસ, વિત્ત, કાનૂન વ્યવસ્થા સહિતના વિભાગોમાં કામ કરે છે.

પહેલાં દિવસે અંગ્રેજી અખબારના ખુલાસા પ્રમાણે ચીન પીએમ મોદી સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો સહિતના 10 હજારથી પણ વધુ લોકોની જાસૂસી કરી રહ્યું છે. બીજા દિવસે ભારતમાં સ્ટાર્ટઅપ અને સફળ બિઝનેસ કંપનીઓ જેવી કે રિલાયન્સ સહિતની કંપનીઓમાં પણ ચીની કંપની દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. ત્યારે ન ફક્ત સરકાર અને બિઝનેસ આ ઉપરાંત ચીન આર્થિક ગુનેગારોની પણ જાસૂસી કરી રહ્યું છે. જેમાં આઈપીએલમાં સટ્ટો રમાડનારથી માંડી મોબાઈલનો ફોન ચોરનાર લોકોની પણ જાસૂસી કરી રહ્યું છે.

ચીનની કંપની શેનઝેન ઈન્ફોટેક અને ઝેન્હુઆ ઈન્ફોટેક આ જાસૂસીને અંજામ આપી રહ્યું છે. શેનઝેન ઈન્ફોટેક કંપની આ જાસૂસી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર માટે કરી રહી છે. આ કંપનીનું કામ બીજા દેશો પર નજર રાખવાનું છે.

આ વીડિયો પણ જુઓઃ સાંસદ અભય ભારદ્વાજની હાલત નાજૂક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન