બેલગામ ઉત્તર કોરિયાની મદદ કરતા 'રંગે હાથ' ઝડપાયું ચીન - Sandesh
  • Home
  • World
  • બેલગામ ઉત્તર કોરિયાની મદદ કરતા ‘રંગે હાથ’ ઝડપાયું ચીન

બેલગામ ઉત્તર કોરિયાની મદદ કરતા ‘રંગે હાથ’ ઝડપાયું ચીન

 | 4:44 pm IST

ઉત્તર કોરિયાને પેટ્રોલિયમ પદાર્થનો પુરવઠો પૂરો પાડવા પર અમેરિકાનાં પાષ્ટ્રપતિએ ચીનને રંગે હાથ પકડ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાનાં પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાને પેટ્રોલિયમ પદાર્થનાં પુરવઠાને સપ્લાઇ કરવાની સીમિત કરી હતી. સુરક્ષા પરિષદેમાં ચીન પણ આ પ્રસ્વતાવને સમર્થન આપ્યું હતું પરંતુ તે હવે છાનુંમાનું ઉત્તર કોરિયા સાથે તેલ અને અન્ય વસ્તુઓનો વેપાર ચાલું રાખેલ છે. આ દરમિયાન દક્ષિણ કોરિયાએ હોંગકોંગનાં એવા શિપને પકડ્યું છે, જેમા ભરેલ પેટ્રોલ ઉત્તર કોરિયાઇ શિપમાં પહોંચાડવામાં આવી રહ્યુ હતું. આ ધરપકડ કોરિયાઇ પ્રાયદ્વિપ પાસે થઇ છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટર પર લખ્યું છે કે, ઉત્તર કોરિયાની સમસ્યાથી પાર પડવા માટે ચીનનો અમેરિકા સાથે આ યોગ્ય વ્યવહાર નથી. ટ્રંપે કહ્યું, અમેરિકા ચીન સાથે પોતાના અસમતોલ વેપારમાં સુધારા માટે એટલા માટે કોઇ પગલું નથી ભરી રહ્યું કારણ કે, તે ઉત્તર કોરિયા મામલે ચીનનો સહયોગ ઇચ્છે છે. ચીન આ વાતને સમજે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા પરિષદોનાં પ્રતિબંધો પહેલા ઉત્તર કોરિયાનું 90 ટકા વેપાર ચીન સાથે હતો. હાલમાં જ દક્ષિણ કોરિયાનાં સમાચાર પત્રએ ગેરકાયદેસર રૂપે તેલ લઇ ચીનથી દક્ષિણ કોરિયા જઇ રહેલ શિપની તસવારો અને ખબરને જાહેર કરી હતી.

આ મામલામાં અમેરિકાનાં વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે, તેમને જાણકારી છે કે કેટલાક જહાજો તેલ અને કોલસાનાં વેપારમાં લાગેલા છે. અમેરિકાએ આ જહાજોનું લિસ્ટ સુરક્ષા પરિષદને સોંપ્યું છે. જેમાથી 4 જહાજો પર સુરક્ષા પરિષદે પ્રતિબંધ લાદ્યો છે.

ઉત્તર કોરિયાનાં પરમાણું હથિયાર અને બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ કરાવા માટે અમેરિકા સતત અભિયાન કરી રહ્યું છે. આ અંતર્ગત અમેરિકા કોરિયાનાં દ્વિપો પર સતત યુદ્ધાભ્યાસ પણ કરી રહ્યું છે અને સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધ પણ લગાવી રહ્યું છે. હાલમાં જ ઉત્તરી કોરિયા પર લગાવેલા પ્રતિબંધોને મજબૂત કરવામાં આવ્યા છે.