china suspends energy plant project in srilankan islands
  • Home
  • Top News
  • ભારત સામે ઝૂક્યું ડ્રેગન, ચીને અટકાવ્યો શ્રીલંકામાં એનર્જી પ્લાન્ટ પ્રોજેક્ટ

ભારત સામે ઝૂક્યું ડ્રેગન, ચીને અટકાવ્યો શ્રીલંકામાં એનર્જી પ્લાન્ટ પ્રોજેક્ટ

 | 6:04 pm IST
  • Share

  • ચીને સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે પ્રોજેક્ટ સ્થગિત કર્યો

  • પહેલા આ કોન્ટ્રાક્ટ ભારત અને જાપાનને મળવાનો હતો

  • હવે ચીને આ પ્રોજેક્ટ માટે માલદીવ સરકાર સાથે કોન્ટ્રાકટ કર્યો

ચીને શ્રીલંકાના ઉત્તરી પ્રાંતમાં હાઇબ્રિડ પાવર પ્લાન્ટ સ્થાપવાના પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે. ચીની દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસે ટ્વીટ કર્યું, ‘સિનો સોઅર હાઇબ્રિડ ટેક્નોલોજીએ થર્ડ પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવેલી સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે આ પ્રોજેક્ટને અટકાવી દીધો છે.’

એક મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકાએ જાન્યુઆરીમાં ચીનની કંપની સિનો સોઅર હાઇબ્રિડ ટેક્નોલોજીને જાફના તટથી દૂર ડેલ્ફ્ટ, નાગાદીપા અને અનલથિવુ ટાપુઓમાં હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ભારતે આ ટાપુઓ પર ચીનની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ગયા મહિને શ્રીલંકાએ કોલંબો પોર્ટના ઇસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસાવવાનો કોન્ટ્રાક્ટ એક ચીની કંપનીને આપ્યો હતો. પરંતુ આ કોન્ટ્રાક્ટ અગાઉ ભારત અને જાપાનને આપવાનો હતો, પરંતુ શ્રીલંકાએ આ ત્રિપક્ષીય સોદો રદ કર્યો હતો. આ કરાર સહાયક પાવર સપ્લાય વિશ્વસનીયતા સુધારણા પ્રોજેક્ટનો એક ભાગ હતો.

શ્રીલંકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને જાફનાના ડેલ્ફ્ટ, નાગાદીપા અને અનલથિવુ ટાપુઓમાં પ્રોજેક્ટ માટે બિડ જીતી હતી. આ ત્રણેય ટાપુઓ ભારતની નજીક આવેલા છે. ચીની દૂતાવાસે કહ્યું કે ચીની કંપનીએ હવે માલદીવની સરકાર સાથે માલદીવના 12 ટાપુઓમાં 12 સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે 29 નવેમ્બરે કરાર કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો