China takes this step to get rid of online gaming addiction in children
  • Home
  • Technology
  • બાળકોમાં ઓનલાઇન ગેમિંગ વ્યસનથી છૂટકારો મેળવવા ચીને કર્યો આ મોટો નિર્ણય

બાળકોમાં ઓનલાઇન ગેમિંગ વ્યસનથી છૂટકારો મેળવવા ચીને કર્યો આ મોટો નિર્ણય

 | 9:14 am IST

ઓનલાઇન ગેમિંગ અને ઇન્ટરનેટ રમતોના વધતા જતા વ્યસનથી પરેશાન ચીને એક નવો કાયદો લાગુ કર્યો છે. આ અંતર્ગત હવે ચીનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો 90 મિનિટથી વધુ એટલે કે દોઢ કલાક સુધી ઓનલાઇન વીડિઓ ગેમ્સ રમી શકતા નથી. બાળકોએ આ 90 મિનિટનો ઉપયોગ કરવાનો સમય પણ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી નક્કી કરાયો છે. રાત્રે 10 વાગ્યા પછી અને સવારે 8 વાગ્યા પહેલાં ઓનલાઇન વીડિઓ ગેમ્સ રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. આ નિયમ આ અઠવાડિયામાં લાગુ કરવામાં આવ્યો છે.

ચાઇના એ વિશ્વના સૌથી મોટા ઓનલાઇન ગેમિંગ બજારોમાંનું એક છે. ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓનલાઇન ગેમિંગ પરના બાળકોના ખર્ચ અંગે પણ રેશન આપવામાં આવ્યું છે. 16 વર્ષથી ઓછી વયના બાળકો ઓનલાઇન ગેમિંગ પર દર મહિને $ 29, એટલે કે 2030 રૂપિયા ખર્ચ કરી શકે છે. જ્યારે 16 થી 18 વર્ષની વય જૂથનાં કિશોરો માટે આ રકમ દર મહિને 4060 રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી છે.

નવા કાયદા મુજબ બાળકોએ તેમના વાસ્તવિક નામ પર ઓનલાઇન ગેમિંગ માટે નોંધણી કરાવવી પડશે. બાળકોએ તેમના એકાઉન્ટ, ફોન નંબર અને ઓળખ કાર્ડની સંપૂર્ણ વિગતો ચાઇનીઝ સોશિયલ મીડિયા વીચેટ પર દાખલ કરવાની રહેશે. એટલું જ નહીં સરકારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને તેમની રમત વિષયવસ્તુ અને નિયમોમાં સુધારો કરવા સૂચના પણ આપી છે.

અધિકારીઓ દાવો કરે છે કે ઓનલાઇન ગેમિંગ વ્યસન સીધા બાળકોના સ્વાસ્થ્યને અસર કરે છે. આને કારણે બાળકોની આંખો વધુને વધુ નબળી પડી રહી છે. યુવાઓ પર વીડિયો ગેમ્સની અસરને ચીન સતત વિરોધ કરે છે. ગેમિંગ રેગ્યુલેટરની રચના ચીનની સરકારે 2018માં કરી હતી. આ નિયમનકારની ભલામણ પર બાળકોના રમવાના સમય અને વય પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

ઓનલાઇન ગેમિંગ માર્કેટમાં ચીન વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. સંશોધન એજન્સીના જણાવ્યા અનુસાર ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં અમેરિકાએ કમાણીના મામલે ચીનને પરાજિત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન