અરૂણાચલ પ્રદેશ પાસે ચીનનો 11 કલાક સુધી યુદ્ધ અભ્યાસ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અરૂણાચલ પ્રદેશ પાસે ચીનનો 11 કલાક સુધી યુદ્ધ અભ્યાસ

અરૂણાચલ પ્રદેશ પાસે ચીનનો 11 કલાક સુધી યુદ્ધ અભ્યાસ

 | 12:07 pm IST

અરુણાચલ પ્રદેશને અડીને આવેલા તિબેટમાં ચીનની સેનાએ 11 કલાક સુધી યુદ્ધ અભ્યાસ કર્યો છે. ચીનની સેનાએ શત્રુ દેશના યુદ્ધ વિમાનનો નાશ કરવા માટે આ અભ્યાસનું આયોજન કર્યું હતું. જોકે આ યુદ્ધ અભ્યાસ ક્યારે કરાયો તેની માહિતી આપવામાં આવી નથી.

સિક્કીમના ડોક લા અંગે બંને દેશો વચ્ચે અગાઉથી વિવાદ સર્જાયેલો છે. ચીન આ વિસ્તારને ડોકલાંગ તરીકે તેનો વિસ્તાર માને છે. ચીનના યુદ્ધ અભ્યાસમાં તિબેટના સૈન્ય કમાન્ડ અને ચીનની પ્લાટી માઉન્ટેન બ્રિગેડ જોડાયા હતાં. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવે છે. તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા તિબેટને અલગ દેશ ગણાવે છે.

ચીનની સેનાએ અભ્યાસમાં સૈન્યના જૂદા જૂદા યુનિટો દ્વારા યુદ્ધની સ્થિતિમાં સંકલન સાધીને હુમલો કરવાનો સમાવેશ કરાયો હતો. તેમાં ટેન્ક વિરોધી ગ્રેનેટ અને મિસાઈલોનો પણ ઉપયોગ કરાયો હતો. ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શિન્હુઆએ જણાવ્યું હતું કે ચીનના સૈનિકોએ યુદ્ધ અભ્યાસમાં અત્યાધુનિક હળવી ટેન્કોનો ઉપયોગ કર્યો હતો.