આવ જો, જરૂર આવજો, અંતરીક્ષયાત્રીઓનું પ્રક્ષેપણ જોવા, ચીનનું પાકિસ્તાનને આમંત્રણ - Sandesh
  • Home
  • World
  • આવ જો, જરૂર આવજો, અંતરીક્ષયાત્રીઓનું પ્રક્ષેપણ જોવા, ચીનનું પાકિસ્તાનને આમંત્રણ

આવ જો, જરૂર આવજો, અંતરીક્ષયાત્રીઓનું પ્રક્ષેપણ જોવા, ચીનનું પાકિસ્તાનને આમંત્રણ

 | 10:07 am IST

ચીન હંમેશા પાકિસ્તાનના અંતરીક્ષ કાર્યક્રમમાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનના કમ્યુનિકેશન ઉપગ્રહ-2આરના પ્રક્ષેપણમાં પણ ચીને તેને મદદ કરી હતી, બંને દેશોએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) પર દેખરેખ રાખવા 2018માં કમ્યુનિકેશન ઉપગ્રહના પ્રક્ષેપણ માટે સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા છે

ચીને આગામી મહિને અંતરીક્ષ યાત્રીઓ સાથેના યાનના પ્રક્ષેપણને જોવા ઉપસ્થિત રહેવા પાકિસ્તાન ઉપરાંત જર્મની, ફ્રાન્સ, ઈટાલી, રશિયા અને યુરોપિયન યુનિયન (ઈયુ)ના વૈજ્ઞાનિકોને આમંત્રણ પાઠવ્યા છે.

ચીન તેના બે અંતરીક્ષ યાત્રીઓને અંતરીક્ષમાં મોકનાર છે. પ્રક્ષેપણ પછી બંને અંતરીક્ષ યાત્રીઓ અંતરીક્ષમાં સ્થાપિત પ્રયોગશાળામાં જશે. તેઓ આગામી મહિને શેનઝોઉ 11 યાન મારફતે અંતરીક્ષમાં જશે. આ ક્ષણના સાક્ષી બનવા માટે વૈજ્ઞાનિકોને આમંત્રિત કરાયા છે.

લોંચ માર્ચ 2એફ રોકેટ મારફતે અંતરીક્ષ યાન પ્રક્ષેપણ થનાર છે. ચીને ગઈકાલે જ અંતરીક્ષ પ્રયોગશાળા તિયાગોંગ-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. લોંગ માર્ચ 2એફ પણ તિયાનગોંગ-2 સમાન જ છે. તિયાનગોંગ-2ના અંતરીક્ષ ગમનનું ટીવી પર જીવંત પ્રસારણ પણ કરાયું હતું. ચીન હંમેશા પાકિસ્તાનના અંતરીક્ષ કાર્યક્રમમાં મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનના કમ્યુનિકેશન ઉપગ્રહ-2આરના પ્રક્ષેપણમાં પણ ચીને તેને મદદ કરી હતી.

ઈસ્લામાબાદમાંથી પ્રાપ્ત મીડિયા અહેવાલ મુજબ બંને દેશોએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી) પર દેખરેખ રાખવા 2018માં કમ્યુનિકેશન ઉપગ્રહના પ્રક્ષેપણ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાનની સરકારી ટીવી ચેનલ સીસીટીવી પર એક વિવેચકે જણાવ્યું હતું કે જર્મની, રશિયા, ફ્રાન્સ અને ઈયુના વૈજ્ઞાનિકોને પાઠવેલા આમંત્રણમાં ચીનના તેના પોતાના અંતરીક્ષ કાર્યક્રમમાં વધતા જતાં આત્મવિશ્વાસનો પડઘો પડે છે. બંને અંતરીક્ષયાત્રીઓ અંતરીક્ષમાં સ્થાપિત પ્રયોગશાળામાં 30 દિવસ રહેશે.

આ અગાઉ તિયાનગોંગ-1માં ચીની અંતરીક્ષયાત્રીઓએ 15 દિવસ વિતાવ્યા હતા અને 40 પ્રયોગ કર્યા હતાં. 2022 સુધીમાં અંતરીક્ષયાત્રીઓ સાથેના સ્પેશ સ્ટેશનનું નિર્માણ કરવાના પ્રયાસોના ભાગરૂપે જ આ પ્રયોગ શાળા તૈયાર કરાઈ છે. અમેરિકાના વડપણ હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનની આવરદા 2022 સુધીમાં સમાપ્ત થવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન