China to Pakistan compensation for the deaths of its citizens
  • Home
  • Featured
  • ચીને પોતાના નાગરિકોના મોતનાં વળતર પેટે પાક. પાસે રૂ. 285 કરોડ માંગ્યા

ચીને પોતાના નાગરિકોના મોતનાં વળતર પેટે પાક. પાસે રૂ. 285 કરોડ માંગ્યા

 | 8:20 am IST
  • Share

  • દાસૂ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 9 એન્જિનિયરોનાં મોતનાં વળતરની માગણી
  •  મૃતકોનાં વળતર પેટે રૂ. 285 કરોડ માંગ્યા છે

  • ચીનનાં નાગરિકોને સુરક્ષા અપાશે નહીં ત્યાં સુધી ડેમનું કામ આગળ વધશે નહીં

ચીન દ્વારા ફરી એકવાર પાક.ની ફજેતી કરીને તેને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યું છે. ચીને દાસુ ડેમ પ્રોજેક્ટની કામગીરી આગળ ધપાવતા પહેલા મૃતકોનાં વળતર પેટે રૂ. 285 કરોડ માંગ્યા છે. દાસૂ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 9 એન્જિનિયરોનાં મોતનાં વળતરની માગણી કરવામાં આવતા પાક. સંકટમાં મુકાયું છે.

શું છે ઘટના?

જુલાઈ 2021માં પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનનાં એન્જિનિયરોને લઈને જઈ રહેલી બસને વિસ્ફોટકો ભરેલી કારે ટક્કર મારી હતી. આને કારણે બસ ખાઈમાં પડી જતા ચીનનાં 9 એન્જિનિયર્સ , બે સ્થાનિક લોકો અને ફ્રન્ટિયર કોન્સ્ટેબ્યુલરીનાં બે કર્મચારીઓ સહિત 13 લોકોનાં મોત થયા હતા.

ચીનની જીદ વળતર વિના કામ નહીં

ચીને જીદ પકડી છે કે આ મામલે જ્યાં સુધી મૃતકોનું વળતર નહીં મળે ત્યાં સુધી ડેમનું કામ આગળ ચલાવાશે નહીં. ચીનની કંપની ગેઝોઉબા ગ્રૂપ દ્વારા ઘટના પછી દાસૂ પ્રોજેક્ટનું કામ બંધ કરાયું છે. કંપનીએ કહ્યું કે જ્યાં સુધી વળતર પેકેજ આપવામાં આવશે નહીં અને ચીનનાં નાગરિકોને સુરક્ષા અપાશે નહીં ત્યાં સુધી ડેમનું કામ આગળ વધશે નહીં.

પાક. મંત્રાલયોમાં હડકંપ :

ચીનની આ માંગણીથી પાક.નાં મંત્રાલયોમાં હડકંપ મચી ગયો છે. એન્જિનિયર્સ પર હુમલા પછી ડેમનું કામ બંધ થઈ ગયું છે. પાક.નું વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, આંતરિક મંત્રાલય, જળ સંસાધન મંત્રાલય તેમજ ચીનની એલચી કચેરીમાં પ્રોજેક્ટ ફરી ચાલુ કરવા મંત્રણાનો દોર ચાલ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો