ચીનના રક્ષા બજેટમાં ધરખમ વધારો, ભારત માટે વધી શકે છે જબરદસ્ત ટેન્શન! - Sandesh
NIFTY 10,971.10 -36.95  |  SENSEX 36,363.54 +-156.42  |  USD 68.6000 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનના રક્ષા બજેટમાં ધરખમ વધારો, ભારત માટે વધી શકે છે જબરદસ્ત ટેન્શન!

ચીનના રક્ષા બજેટમાં ધરખમ વધારો, ભારત માટે વધી શકે છે જબરદસ્ત ટેન્શન!

 | 11:31 am IST

ચીને વર્ષ 2018માં પોતાનું રક્ષા બજેટ 8.1 ટકા વધારવા જઇ રહ્યું છે. રાષ્ટ્રીય વિધાયિકામાં સોમવારના રોજ રજૂ કરેલા બજેટ રિપોર્ટના મતે બજેટમાં આ વધારો ગયા વર્ષની સરખામણીમાં 7 ટકા વધુ છે. ચીનનું પાછલું રક્ષા બજેટ જ ભારત કરતાં ત્રણ ગણું વધુ હતું. એવામાં ચીનનું સતત વધતું રક્ષા બજેટ ભારત માટે ચિંતાનો વિષય સાબિત થઇ શકે છે.

સમાચાર એજન્સી સિન્હુઆના મતે સોમવારથી શરૂ થઇ રહેલ 13મી નેશનલ પીપુલ્સ કૉંગ્રેસના પહેલાં સત્રની સમક્ષ રજૂ થતા પહેલાં મીડિયામાં ઉપલબ્ધ આ રિપોર્ટમાં કહ્યું છે કે દેશનું 2018નું રક્ષા બજેટ 1110 કરોડ યુઆન (175 અબજ ડોલર) એટલે કે 11 હજાર 375 અબજ રૂપિયાથી વધુ હશે.

13મી એનપીસીની પહેલી વાર્ષિક બેઠકના પ્રવક્તા ઝાંગ યેસુઇએ રવિવારના રોજ પત્રકાર પરિષદમાં કહ્યું કે કેટલાંય પ્રમુખ દેશોની સરખામણીમાં ચીનના રક્ષા બજેટમાં જીડીપી અને રાષ્ટ્રીય રાજકોષીય ખર્ચમાંથી નાનકડો હિસ્સો લેવાયો છે. ઝાંગે કહ્યું કે દેશનો વ્યક્તિ દીઠ સૈન્ય ખર્ચ બીજા પ્રમુખ દેશોની સરખામણીમાં ઓછો છે.

લંડનના થિંક ટેન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટજિક સ્ટડીઝના મતે ચીને ગયા વર્ષે રક્ષા બજેટ ક્ષેત્ર માટે 151 અબજ ડોલર એટલે કે 9815 અબજ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. પરંતુ તેમ છતાંય આ અમેરિકાના 603 અબજ ડોલર (39 હજાર 198 અબજ રૂપિયા) કરતાં ચાર ગણું ઓછું છે. જો કે ભારતના હાલના રક્ષા બજેટ કરતાં 3 ગણું વધુ છે. ભારતે ગયા વર્ષે 52.2 અબજ ડોલર એટલે કે 3409 અબજ રૂપિયાનું રક્ષા બજેટ રાખ્યું હતું.