China Changing Geography Of Tibet, Transferring Chines People In The Region
  • Home
  • Featured
  • તિબેટનું આખેઆખું ભૂગોળ બદલી દેવાનો ચીનનો ખતરનાક પ્લાન, અપનાવી આ ગંદી રીત

તિબેટનું આખેઆખું ભૂગોળ બદલી દેવાનો ચીનનો ખતરનાક પ્લાન, અપનાવી આ ગંદી રીત

 | 8:47 pm IST

ચીનની સરકાર તિબેટ પર કબજાના 70 વર્ષ બાદ પણ ત્યાંના લોકોના દિલ જીતી શકી નથી. હવે ત્યાંની કૉમ્યુનિસ્ટ સરકાર પ્રત્યક્ષ રીતે તિબેટની સંસ્કૃતિ અને તેની ભાષાને ખત્મ કરવાનો પ્રયત્ન કરી રહી છે. એટલું જ નહીં, આ ક્ષેત્રમાં મૂળ તિબેના લોકોની વસ્તીને ઓછી કરવા માટે અહીંથી જબરદસ્તીપૂર્વક લોકોને બીજા રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે, જ્યારે ચીન સરકાર બાકીના પ્રાંતથી મોટી સંખ્યામાં બિન-તિબેટી લોકોને અહીં વસાવવાના પ્લાન પર કામ કરી રહી છે.

તિબેટમાં લોકોના વસવાટમાં નાટ્યાત્મક બદલાવ

એક રિપોર્ટ પ્રમાણે તિબેટથી ભાગીને વિદેશમાં વસનારા ટેરસિંગ દોરજીએ 2005-06થી તિબેટમાં આખું વર્ષ પસાર કર્યું હતુ. તેમણે ધર્મશાળાના તિબેટ સેન્ટર ફૉર હ્યૂમન રાઇટ્સ એન્ડ ડેમોક્રેસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, 1959 બાદથી તિબેટના વિસ્તારમાં લોકોનો વસવાટ નાટ્યાત્મક રીતે બદલાઈ ગયો છે. અહીંના લોકો હવે તિબેટી ભાષાને પસંદ નથી કરતા. તેમને મંડારિન અથવા અંગ્રેજી બોલવાનું પસંદ કરે છે.

 2007માં 15 લાખ લોકોને તિબેટ વસાવ્યા

દોરજીએ જણાવ્યું કે, લેખિતિ તિબેટી ભાષા પહેલાથી જ સંકટોનો સામનો કરી રહી છે. હવે આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ચીની લોકો વસવાથી ભાષા ખત્મ થવાનો ખતરો વધી ગયો છે. ઘણી જ જલદી તિબેટી લિપિનું આ વિસ્તારમાંથી નામોનિશાન મટી જશે. આની પાછળ મોટું કારણ ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી છે. ત્સોંગોંન-લ્હાસા રેલવે (કિંઘાઈ-તિબેટ રેલવે)એ પોતાના ઑપરેશન પહેલા જ એટલે કે વર્ષ 2007માં 15 લાખ લોકોને તિબેટ પહોંચાડ્યા હતા. આના 13 વર્ષના ઑપરેશન બાદ હવે 2020માં તિબેટની જનસંખ્યા સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. મોટી સંખ્યામાં બીજી ભાષા બોલનારા લોકો અમારા વિસ્તારમાં પહોંચીને રહી રહ્યા છે. આનાથી ના ફક્ત સાંસ્કૃતિક, પરંતુ ભાષા પર પણ હવે ગંભીર ખતકરો પેદા થઈ ગયો છે.

ચીની વસ્તીનું રાખવામાં આવે છે ખાસ ધ્યાન

2008નો શાંતિપૂર્ણ વિદ્રોહ તિબેટના લોકોના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો અને ધાર્મિક ભાવનાઓને ઓછી કરવાનું જ પરિણામ હતો. તિબેટમાં વધતી ચીની વસ્તીના કારણે હવે મોટાભાગની સેવાઓ અને સુવિધાઓમાં તેમનું જ ધ્યાન રાખવામાં આવે છે. રેલવે, બસ સ્ટેશન, શૉપિંગ મૉલ વગેરે જગ્યા પર હવે અંગ્રેજી ઉપરાંત મંડારિન ભાષામાં બધુ લખેલું રહે છે.

આ વિડીયો પણ જુઓ: હવામાન વિભાગની આગાહી મુજબ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન