ચીની સેનાની ૨૦૧૭માં ભારતીય સરહદમાં અધધ ૪૧૫ વખત ઘૂસણખોરી - Sandesh
  • Home
  • India
  • ચીની સેનાની ૨૦૧૭માં ભારતીય સરહદમાં અધધ ૪૧૫ વખત ઘૂસણખોરી

ચીની સેનાની ૨૦૧૭માં ભારતીય સરહદમાં અધધ ૪૧૫ વખત ઘૂસણખોરી

 | 12:08 am IST

ભારત અને પાકિસ્તાનની સરહદેથી થતી ઘૂસણખોરીની જ મુખ્યત્વે ચાલતી ચર્ચા મધ્યે ચીન દ્વારા ભારતીય પ્રદેશમાં થતી ઘૂસણખોરીની વાતો હાંસિયામાં ધકેલાઇ જાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, ચીની સેના દ્વારા ભારતીય પ્રદેશમાં વારંવાર ઘૂસણખોરી કરાય છે. જ્યારે પાકિસ્તાનમાંથી ફક્ત આતંકવાદીઓ ઘૂસણખોરી કરતાં હોય છે. ૨૦૧૭માં ૭૨ દિવસ સુધી ચાલેલા ડોકા લા વિવાદનો ઓગસ્ટમાં અંત આવ્યો હતો. સેનાનો અહેવાલ કહે છે કે ૨૦૧૭માં ચીની સેના દ્વારા ભારતીય પ્રદેશમાં થતી ઘૂસણખોરીમાં વધારો થયો હતો. ૨૦૧૭માં ચીની સેનાએ વાસ્તવિક અંકુશરેખા ખાતે ભારતીય પ્રદેશમાં ૪૧૫ વાર ઘૂસણખોરીકરી હતી. ૨૦૧૬માં આ આંકડો ૨૭૧ હતો.

ઘૂસણખોરીના પ્રયાસના આંકડાઓમાં વધારો ચેતવણીજનક તો છે પરંતુ તે કયાસ્થળે થઇ તે પણ અત્યંત મહત્વનું બનીરહે છે. ભારત અનેચીનવચ્ચે નક્કી થયેલી વાસ્તવિક અંકુશરેખા ખાતે બે ડઝન કરતાં વિવાદાસ્પદ સ્થળ આવેલાં છે. આ સ્થળો પર ભારત અનેચીન બંને દાવા કરી રહ્યાં છે. આ વિવાદાસ્પદ સ્થળોમાં ચુમાર, દેસપાંગ, ડેમચોક, બારાહોતી અને સામુડોરોંગચુ મહત્વના છે. ભૂતકાળમાં પણ આ સ્થળો ખાતે બંને સેનાઓ વચ્ચે સંઘર્ષ થઇ ચૂક્યો છે. ગયા એક વર્ષમાં આ સ્થળો ખાતે ચીનની સેના દ્વારા ઘૂસણખોરીમાં વધારો નોંધાયો છે.

ભારત-ચીન સેનાઓ વચ્ચેના સંઘર્ષમાં એક પણ ગોળી ચાલતી નથી

ઘૂસણખોરીના મામલે ભારત અને ચીનની સેનાઓ ઘણીવાર આમનેસામને આવી છે પરંતુ તેમની વચ્ચે એકપણ ગોળી ચાલી નથી. મોટાભાગે બંન ેસેનાઓ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ સ્થાનિક સ્તરે કમાન્ડરો દ્વારા લેવાય છે. જો સંઘર્ષ વધે તો ફ્લેગમિટિંગ દ્વારા વિવાદનો ઉકેલ લવાય છે. ૨૦૧૭માં બંને સેના વચ્ચે ૨૬ ફ્લેગમિટિંગ યોજાઇ હતી. જ્યારે ભારત અને પાકિસ્તાનની સરહદ પર દરરોજ યુદ્ધવિરામનું ઉલ્લંઘન થાય છે. બંને તરફ જવાનો અને નાગરિકોના મોત થતાં રહે છે.

ચીનને રોકવા ભારતે વધુ સજાગ રહેવું પડશે

લે.જનરલ ભાટિયા કહે છે કે, ચીની સેના દ્વારા થતી ઘૂસણખોરીમાં સતત વધારાને કારણે હવે આપણે વધુ સજાગ બનવું પડશે. પેટ્રોલિંગમાં વધારો કરવો પડશે. લાંબા સમયથી અટકી ગયેલા ૭૩ રોડ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા પડશે. નિવૃત્ત ભારતીય રાજદૂત અશોક કાંતા કહે છે કે ઘૂસણખોરીના આંકડા મહત્વના નથી. આપણે ચીની સેના દ્વારા થતી ઘૂસણખોરીની પેટર્ન સમજવી પડશે.