China, Us Agree No New Tariffs 'After January 1'
  • Home
  • Featured
  • ડિનર ડિપ્લોમસી કામ કરી ગઈ! અમેરિકા-ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધ અંતનાં એંધાણ

ડિનર ડિપ્લોમસી કામ કરી ગઈ! અમેરિકા-ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધ અંતનાં એંધાણ

 | 11:36 am IST

અમેરિકા અની ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વોરને લઈ સકારાત્મક સંકેત મળ્યાં છે. G-20 શિખર સમ્મેલનથી અલગ આર્જેંટિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપંગ ઉમળકાભેર મળ્યાં હતાં. વ્હાઈટ હાઉસે ટ્રમ્પ અને શી વચ્ચે બ્યૂનર્સ આયર્સમાં યોજાયેલી બેઠક સફળ રહી હોવાનું જણાવ્યું હતું.

આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે 1લી જાન્યુઆરી 2019થી એક બીજાના માલસામાન પર આયાત ડ્યુટી ના લગાવવા પર સહમતિ બની છે. બંને નેતાઓએ વર્તમાનમાં ચાલીએ રહેલા ટ્રેડ વૉરનો અંત આણવા સતત ચર્છા કરવાને લઈને પણ પ્રતિબદ્ધતા દાખવી હતી. એટલું જ નહીં બંને સાથે બેસીને ડિનર પણ કર્યું હતું. જેથી એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, અમેરિકા અને ચીનના સંબંધોમાં પડેલી તિરાડ ભરાઈ શકે છે.

G-20થી અલગ ગઈ કાલે શનિવારે ટ્રમ્પ અને શી વચ્ચે ડિનર બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. જેમાં ટ્રમ્પે ચીન પર 90 દિવસ માટે 200 અબજ ડોલરના સામાન પર ડ્યુટી લગાવવાની યોજના અટકાવી દીધી છે. આ દરમિયાન બંને વચ્ચે સહમતિ બની હોવાની વાત કહી છે. અમેરિકા 1 જાન્યુઆરી 2019થી 200 અબજ ડૉલરના સામાન્ય પર 100 થી 25 ટકા સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવાનું હતું. જેને અમેરિકાએ હાલ રોકી રાખવાની વાત કહી છે. સાથે જ ટ્રમ્પે કહ્યું છે કે, બંને નેતાઓ અને ત્તેમના સલાહકાર અનેક વિષયો પર ચર્ચા કરશે.

બંને નેતાઓ આગળ વધારી મિત્રતાની વાત

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે વ્યાપાર પર ચર્ચા કરીશું અને ચીન અને અમેરિકા બંને માટે યોગ્ય હોય તેવા સમાધાન શોધવામાં આવશે. તો શીએ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે નેતાઓ સાથે અંગત મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ વર્ષે જ અમેરિકાએ ચીન પર 250 અબજ ડોલરના સામાન પર ઈમ્પોરટ ડ્યુટી લગાવી હતી, ત્યાર બાદ જવાબમાં ચીને પણ અમેરિકાના 60 અબજ ડૉલરના સામાન પર આયાત ડ્યુટી લાગુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન