China used Many technology to fight against Coronavirus
  • Home
  • Corona live
  • જો ચીનની આ તકનીકનો ઉપયોગ કરે ભારત તો આવી જશે ‘કોરોના’ના કહેરનો અંત!

જો ચીનની આ તકનીકનો ઉપયોગ કરે ભારત તો આવી જશે ‘કોરોના’ના કહેરનો અંત!

 | 9:48 pm IST

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસના કારણે અત્યાર સુધી આખી દુનિયામાં હજારો લોકોના જીવ ગયા છે જ્યારે લાખો લોકો આની ચપેટમાં છે. ભારતમાં પણ આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે અને દિવસે-દિવસે આ વાયરસની અસર દેશમાં વધી રહી છે. ત્યારે ચીનથી આખી દુનિયામાં ફેલાયેલ આ વાયરસને ચીનની ટેક્નોલોજીએ માત આપી છે.

કલર કોડિંગ સિસ્ટમ:

જો આ ટેક્નોલોજીનો ઉપયોગ ભારત પણ કરે તો ભારતમાંથી પણ આ વાયરસને ખતમ કરી શકાય તેમ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોરોના વાયરસને રોકવા માટે ચીનમાં કલર કોડિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ માટે ચીનની દિગ્ગજ ટેક કંપની અલીબાબા અને Tencent એ કરાર કર્યો છે. આ ટેક્નોલોજી એક મોબાઇલ એપની જેમ કામ કરે છે જે યુઝર્સની ટ્રાવેલ સાથે તેની મેડિકલ હિસ્ટ્રી પ્રમાણે ગ્રીન, યલ્લો અને રેડ કલરનો ક્યૂઆર કોડ આપે છે. આ કલર કોડ નક્કી કરશે કે યુઝર્સને ક્વોરેન્ટાઇન કરવામાં આવે કે પછી જાહેર સ્થળે જવાની મંજૂરી આપવામાં આવે. ચીન સરકારે આ સિસ્ટમ માટે કેટલાક ચેકપોઇન્ટ્સ બનાવ્યા છે. જ્યાં લોકોની ચેકિંગ થાય છે.

રોબોટ, ડ્રોન્સ અને Face recognitionનો ઉપયોગ:

આ સિવાય ચીનમાં રોબોટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રોબોટ હોટલથી લઈ ઓફિસ સુધી સાફ-સફાઈ પર કામ કરે છે. સાથે નજીકની જગ્યાઓ પર સેનિટાઇઝરનો સ્પ્રે પણ કરે છે. સાથે જ મેડિકલ સેમ્પલ મોકલવા માટે પણ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ડ્રોનનો ઉપયોગ પણ કોરોના વાયરસ સામેની લડાઈમાં કરવામાં આવી રહ્યો છે. ડ્રોન્સના મદદથી ચીનની સરકાર લોકો સુધી સેનિટાઇઝર અને માસ્ક પહોંચાડી રહી છે અને ડ્રોન્સના મદદથી સેનિટાઇઝર સ્પ્રે પણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત Face recognitionનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. જેથી શરીરનું તાપમાન માપવામાં મદદ થઈ રહી છે અને કોને માસ્ક નથી પહેર્યું તેમ અંગે ફણ માહિતી મળે છે.

આ વીડિયો પણ જુઓ: બેલગામમાં નમાઝ માટે મસ્જિદમાં લોકો થયા હતા એકઠા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન