China very interested in Henna and other Products import from India
  • Home
  • Business
  • ચીન હવે ભારતના ભરોસે! મહેંદીથી આર્થિક સ્થિતિ સુધારશે, આ રહ્યા પુરાવા

ચીન હવે ભારતના ભરોસે! મહેંદીથી આર્થિક સ્થિતિ સુધારશે, આ રહ્યા પુરાવા

 | 12:25 pm IST

છેલ્લા ઘણા સમયથી અમેરિકા સાથે ટ્રેડ વોરના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ છે. જ્યારે હવે ચીન પોતાની આર્થિક સ્થિતિને ફરી મજબૂત કરવા માટે મથી રહ્યું છે. આ દિશામાં હવે ચીન ભારતથી પોતાના વેપારને સંતુલિત કરવા માટે ભારતીય હિના(મહેંદી) પાવડર, મરચું, વેલ્યૂ એડેડ ટી અને મોરિંગા પાવડરમાં રસ વધારી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ 5-10 નવેમ્બર સુધી શંઘાઈમાં થયેલ બીજા ચાઇના ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટ એક્સપોમાં તમિલનાડુંના એક હિના પાઉડર એક્સપોર્ટરે 3 કરોડ રૂપિયાથી વધુના ઓર્ડર બુક કર્યા છે. મુદ્દા સાથે સંકળાયેલ અધિકારીએ જણાવ્યું કે,‘હર્બલ વપરાશ માટે કૃષિ પેદાશ ખાસ કરીને મોરિંગા પાવડર, મરચું પાવડર અને વેલ્યુ એડેડ ચાની ઘણી પુછપરછ થઈ છે.’ રિપોર્ટ મુજબ ભારતે આ વર્ષ અપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન આ પ્રોડક્ટ્સનો લગભગ 20 કરોડ ડોલરનો એક્સપોર્ટ કર્યો હતો. ભારત સાથે ટ્રેડ ડેફિસિટને ઓછી કરવા માટે ચીન ઇમ્પોર્ટ-એક્સપોર્ટને પ્રોત્સાહન આપી રહ્યું છે.

રિપોર્ટ પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષ પહેલાના છ મહિના દરમિયાન ચીનને ભારતનું એક્સપોર્ટ 8.5 અબજ ડોલર અને ઇમ્પોર્ટ 36.3 અબજ ડોલરનું રહ્યું છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં ચીન સાથે ભારતનું ટ્રેડ ડેફિસિટ 53.6 અબજ ડોલર હતું. અધિકારીએ જણાવ્યું કે,‘ચીન કૃષિ પેદાશ માટે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવા ઇચ્છે છે. કારણે કે ચીનમાં ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ ઘણી વધારે છે.’ ઇમ્પોર્ટ એક્સ્પોમાં ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને આરોગ્ય સંભાળ ઉત્પાદનો, ઓટોમોબાઈલ્સ, ટ્રેડની સર્વિસિઝ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર પ્રોડક્ટ જેવી મુખ્ય ઉત્પાદન કેટેગરીઝ હતી.

રિપોર્ટ મુજબ ચીનને થતા ભારતીય એક્સપોર્ટમાં વધારામાં દરિયાઈ ઉત્પાદનો, ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમ ઉત્પાદનો, ચોખા અને દ્રાક્ષ મુખ્ય ફાળો આપે છે. ચીનને ભારત તરફથી દરિયાઈ પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ ત્રણ ગણું થયું છે અને 2019ના પહેલા 9 મહિનામાં આ લગભગ 80 કરોડ ડોલર સુધી પહોંચી ગયું હતું. જ્યારે ચાલુ વર્ષના અંત સુધી એક અબજ ડોલરના પાર પહોંચવાની અપેક્ષા છે.

આ વીડિયો પણ જુઓ: જૂનાગઢમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન