China Wants To Control 250 Island In South China Sea
  • Home
  • Featured
  • ફક્ત ગલવાન પર જ નથી ચીનની નજર, 250 દ્વીપો પર કબજો કરવાનો ડ્રેગનનો ખૂંખાર પ્લાન

ફક્ત ગલવાન પર જ નથી ચીનની નજર, 250 દ્વીપો પર કબજો કરવાનો ડ્રેગનનો ખૂંખાર પ્લાન

 | 3:23 pm IST

ભારત અને ચીનની વચ્ચે લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર તણાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં ચીની નૌસેનાનાં યુદ્ધાભ્યાસનાં સમાચારો પણ સામે આવ્યા છે. ગ્લોબલ ટાઇમ્સે 1 જુલાઈથી ચાલી રહેલા યુદ્ધાભ્યાસની તસવીરોની સાથે લખ્યું છે કે ચીનનાં દક્ષિણી, ઉત્તર અને પૂર્વ થિયેટર કમાન્ડ્સે દક્ષિણી ચીન સાગર, પીળા સાગર અને પૂર્વ ચીન સાગરમાં પોતાનું નૌસેના કૌશલ બતાવ્યું છે.

ચીનની વિસ્તારવાદી વિચારસરણીનો નમૂનો 

ગ્લોબલ ટાઇમ્સનાં જણાવ્યા પ્રમાણે યુદ્ધાભ્યાસમાં 054 -એ ફ્રિગેટ્સ અને 052 ડી ગાઈડેડ મિસાઇલ્સ ડિસ્ટ્રોયર્સનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો. ભારત સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીનથી આવી રહેલી આ તસવીરો પોતાની શક્તિ બતાવવાનો વિકલ્પ કહેવામાં આવે છે, પરંતુ રક્ષા નિષ્ણાતો આ ચીનની વિસ્તારવાદી વિચારસરણીનો નમૂનો માની રહ્યા છે. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે ચીનની નજર ફક્ત ગલવાન પર જ નહીં, દક્ષિણ ચીન સાગરનાં દ્વીપો પર પણ છે.

કોરોનાથી સ્થિતિ સામાન્ય થતા જ આ તમામ દ્વીપો પર કબજો કરી લેશે

ઉલ્લેખનીય છે કે ચીન સાગરમાં લગભગ 250 દ્વીપ છે. આ તમામ પર ચીન કબજો કરવા ઇચ્છે છે. દુનિયાનો લગભગ એક તૃતિયાંશ લગભગ 3 ટ્રિલિયન ડૉલરનો વેપાર આ જ દરિયાઈ રસ્તે થાય છે. ચીનનો ઇરાદો છે કે આ દ્વીપો પર કબજો કરીને અહીંથી પસાર થનારા દરેક જહાજ પર નજર રાખે, તેમને રોકે-ટોકે. રક્ષા નિષ્ણાત એસપી સિન્હાએ કહ્યું કે ચીનને સખ્તાઈથી રોકવું પડશે. ચીનને જો અત્યારે ના રોકવામાં આવ્યું તો તે કોરોનાથી સ્થિતિ સામાન્ય થતા જ આ તમામ દ્વીપો પર કબજો કરી લેશે.

દક્ષિણ ચીન સાગરનું ફ્રી રહેવું જાપાન અને ઑસ્ટ્રેલિયા માટે જરૂરી 

રક્ષા નિષ્ણાતોનું માનવું છે કે જમીન પર વિસ્તારવાદને અજમાવવા માટે ચીન દરિયામાં પણ આ જ વલણ અજમાવી રહ્યું છે. ચીન, દક્ષિણ ચીન સાગર પર દાવો કરતુ રહ્યું છે. તેને આંતરરાષ્ટ્રિય ન્યાયાલયમાં પણ ઝાટકો મળી ચુક્યો છે. જાપાન અને વિયતનામ દક્ષિણ ચીન સાગરમાં ચીનની ઉપસ્થિતિનો વિરોધ કરતા રહ્યા છે. દક્ષિણ ચીન સાગરનું ફ્રી રહેવું જાપાન અને ઑસ્ટ્રેલિયાનાં દ્વિપક્ષીય વેપાર માટે પણ જરૂરી છે.

અમેરિકાએ ત્રણ જંગી યુદ્ઘજહાજો ઇન્ડો-પેસિફિક સીમાં મોકલ્યા

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ મિસાઇલોથી સજ્જ પોતાના ત્રણ જંગી યુદ્ઘજહાજો ઇન્ડો-પેસિફિક સીમાં મોકલ્યા છે. અમેરિકાનાં આ જંગી જહાજ જાપાન, વિયતનામ, દક્ષિણ કોરિયાનાં પોતાના ઠેકાણાઓની પાસે અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે ગલવાન ખીણની વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતનાં 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ બંને દેશોની વચ્ચે સરહદ પર તણાવપૂર્ણ માહોલ છે. પીએમ મોદીએ પણ લદ્દાખની મુલાકાત કરીને સૈન્ય અધિકારીઓ પાસેથી સ્થિતિની જાણકારી મેળવી લીધી છે.

આ વિડીયો પણ જુઓ: કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન