ચીનની ભારતને અંતિમ ચેતવણી, ડોકલામમાંથી ખસો, નહીં તો યુદ્ધ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ચીનની ભારતને અંતિમ ચેતવણી, ડોકલામમાંથી ખસો, નહીં તો યુદ્ધ

ચીનની ભારતને અંતિમ ચેતવણી, ડોકલામમાંથી ખસો, નહીં તો યુદ્ધ

 | 6:00 pm IST

ચીને ભારતને ચેતવણી આપી છે કે ડોકલામમાંથી ભારત તેની સેના પાછી નહીં ખેંચે તો યુદ્ધ થઈને જ રહેશે. ચીને તેને અંતિમ ચેતવણી પણ ગણાવી છે.

ચીનના સત્તાવાર સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે વીડિયો સંદેશામાં આ ચેતવણી જારી કરી છે. તેમાં જણાવ્યું હતું કે ભારત સૌથી ખરાબ સમય માટે તૈયારી કરતું નથી ? સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાચી માહિતી પૂરી પાડતી નથી, ઉલ્ટાનું તેમને અંધારામાં રાખે છે.
સંદેશોમાં ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હુ જિજિને 1962ના યુદ્ધનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નેહરુએ 62માં જે મુર્ખામી કરી હતી તે જ ભારત આજે કરી રહ્યું છે.

ચીને પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવાની સાથે યુદ્ધની ધમકી આપી છે. ગ્લોબલ ટાઈમ્સે વધુમાં જણાવ્યું હતું કે ભારતની સુરક્ષા એજન્સીઓ તેની ક્ષમતા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંધારામાં રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન