China Will Give advance Armed Drones to Pakistan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનનાં પેટમાં તેલ રેડાયું, પાકિસ્તાનને આપી રહ્યું છે હથિયારોથી સજ્જ આધુનિક ડ્રોન

ચીનનાં પેટમાં તેલ રેડાયું, પાકિસ્તાનને આપી રહ્યું છે હથિયારોથી સજ્જ આધુનિક ડ્રોન

 | 3:16 pm IST

ભારત અને અમેરિકા વચ્ચે વધતાં સહયોગ વચ્ચે ચીન હવે નવા જ ષડયંત્રને અંજામ આપી રહ્યું છે. શાંતિથી રહેવા માગતા ભારતની સામે પાડોશી દેશો નવી નવી મુશ્કેલીઓ સામે લાવતાં રહે છે. તેવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, ચીન પાકિસ્તાનને આધુનિક હથિયારોથી સજ્જ ડ્રોન આપવાની તૈયારી કરી રહ્યું છે. ચીન પાકિસ્તાનને CH- 4 UCAV (Unmanned Combat Aerial Vehicle) આપશે તેવ માહિતી મળી રહી છે.

હાલમાં જ સુત્રોએ જણાવ્યું છે કે, પાકિસ્તાનનાં સૈન્ય અધિકારીઓની એક ટૂકડીએ ચીનનો પ્રવાસ કર્યો હતો. જેમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંબંધ વધારે મજબૂત કરવા માટે વાતચીત કરવામાં આવી છે. અને આ પ્રવાસ દરમિયાન ચીને પાકિસ્તાનને આર્મ્ડ ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષથી UCAV પાકિસ્તાનને આપવાની પ્રક્રિયા આ વર્ષનાં અંત સુધીમાં શરૂ થઈ શકે છે. આ ઉપરાંત ચીન પાકિસ્તાનને રડાર પણ આપશે અને એડવાન્સ લોન્ગ રેન્જ એન્ડ મિસાઈલ સિસ્ટમ આપવાની પણ તૈયારીમાં છે.

આમ ભારત સાથે સીધી ટક્કરને પગલે ચીન ભારત પર દબાણ ઉભું કરવા માટે આડકતરી રીતે દબાણ ઉભું કરી રહ્યું છે. અને ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનને એડવાન્સ ટેક્નોલોજીના હથિયારો સાથે સજ્જ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનની આ નાપાક હરકતોને કારણે ભારત માટે ચિંતામાં વધારો થયો છે. એટલું જ નહીં, પાકિસ્તાને પીઓકેમાં 21 હજાર કરોડના રેલ્વે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે.

આ વીડિયો પણ જુઓઃ સેલવાસના નરોલી પાસે અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન