China Will Remove Extra Tariff On American Products
  • Home
  • Featured
  • ટ્રેડ વૉરમાં અમેરિકા સામે ચીને ઘૂંટણ ટેકવ્યા, હોશ ઠેકાણે આવ્યા બાદ લીધો આ નિર્ણય

ટ્રેડ વૉરમાં અમેરિકા સામે ચીને ઘૂંટણ ટેકવ્યા, હોશ ઠેકાણે આવ્યા બાદ લીધો આ નિર્ણય

 | 6:01 pm IST

લાંબા સમયથી ચીન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરનાં પ્રભાવથી ભારત સહિત અન્ય દેશને પણ અસર થયા વગર રહી નહીં. આ વેપારનાં તણાવ વચ્ચે બંને દેશોએ પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. અમેરિકા અને ચીનની મોટી કંપનીઓ એ વાત પર જોર આપી રહી છે કે બદલાની ભાવનાથી લગાવવામાં આવી રહેલા આયાત કર પર છૂટ આપવામાં આવે. ચીને અમેરિકાનાં ઉત્પાદનોની 16 શ્રેણીઓની ઉપર લાગેલા કરને હટાવવાની બુધવારનાં જાહેરાત કરી છે.

ચીને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે અમેરિકાની સાથે આવતા મહિને નવા સમયની વેપાર બેઠક થવાની છે. કસ્ટમ કમિશનનાં અનુસાર આ છૂટ 17 સપ્ટેમ્બરથી પ્રભાવી થશે. આયોગે કરમાંથી મુક્ત થનારા ઉત્પાદનોની યાદી જાહેર કરી છે. આમાં સમુદ્રી ખાદ્ય ઉત્પાદન તથા કેન્સરને રોકવાની દવાઓ સામેલ છે.

ટ્રેડ વૉરનાં કારણે વધી રહી છે મોંઘવારી

અમેરિકી સરકારે પહેલી વાર ક્રૂડ પર પણ અતિરિક્ત કર લગાવ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ચીનનાં ઘણા સામાનો પર 15 ટકાનો અતિરિક્ત કર લાગુ થઇ ગયો હતો. જો કે આનાથી અમેરિકામાં કપડા, જૂતા, રમત-ગમતનો સામાન અને ઘણી ઇલેક્ટ્રિક વસ્તુઓ મોંઘી થઇ ગઇ હતી. આ પગલાથી ટ્રમ્પ સરકારની અર્થવ્યવસ્થાને પણ ઝાટકો લાગવાનો ખતરો છે.

ચીને પણ કર લગાવીને આપ્યો જવાબ

અમેરિકાનાં આ પગલા બાદ ચીને પણ જવાબમાં અમેરિકી આયાત પર વધારાનો કર લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતુ કે, ચીન સાથે આ વિશે વાતચીત થતી રહેશે, પરંતુ કરમાં કોઈ છૂટ નહીં આપવામાં આવે.

ચીનની જીડીપીમાં થયો મોટો ઘટાડો

ટ્રેડ વૉરની અસર ચીનની જીડીપી અને મુદ્રા પર પણ પડી રહ્યો છે. ગત ત્રિમાસિકમાં ચીનનો વિકાસ દર છેલ્લા 27 વર્ષોમાં સૌથી ઓછો રહ્યો. આ ઉપરાંત બેરોજગારીમાં પણ વધારો થયો છે. 2018માં ચીનમાં 4.9 ટકા બેરોજગારી હતી, જે હવે 5.3 ટકા થઇ ગઇ છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે અને મોંઘવારી પણ વધી છે.

અમેરિકી કંપનીઓ પણ ચિંતિત

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાની 75 ટકા કંપનીઓ નથી ઇચ્છતી કે ચીન પર વધારાનો કર લગાવવામાં આવે, કેમકે આનાથી તેમના રેવેન્યૂ પર અસર પડી રહી છે. જો કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનું કહેવું છે કે ચીનનાં સામાન પર અતિરિક્ત આયાત કર લગાવામાં આવવાથી ચીનની જ અર્થવ્યવસ્થાને નુકસાન થઇ રહ્યું છે. કંપનીઓનું કહેવું છે કે ચીનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચવાથી પરચેસિંગ પાવર ઓછો થઇ રહ્યો છે અને આ કારણે ત્યાંનાં સ્થાનિક બજારમાં કરવામાં આવેલું રોકાણ ડૂબી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: UPના મથુરામાં PM મોદીની જનસભા – પાર્ટ 02

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન