ટ્રમ્પ-કિમના નજીક આવવાથી જિનપિંગના પેટમાં તેલ રેડાયું !!! - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પ-કિમના નજીક આવવાથી જિનપિંગના પેટમાં તેલ રેડાયું !!!

ટ્રમ્પ-કિમના નજીક આવવાથી જિનપિંગના પેટમાં તેલ રેડાયું !!!

 | 1:55 pm IST

સિંગાપુરમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉ.કોરિયાન નેતા કિમ જોંગ ઉન વચ્ચે થયેલ મુલાકાતના અસલ હીરો ચીન રહ્યું છે. જે ભલે તે બેઠકમાં હાજર ન હતા પરંતુ એક મહત્વપૂર્ણ ભૂમિકા જરૂર તેઓ હતા. જો કે ચીન ટ્રમ્પ અને કિમની મિત્રતાથી સાવધાન થઈ ગયું છે.

આ તરફ ટ્રમ્પે મુલાકાત પછી દ.કોરિયા સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ રોકવા અને ધીરે-ધીરે દ.કોરિયમાંથી અમેરિકાનું સૈન્ય ઘટાડવાની જાહેરાત કરી છે. જે ચીનની સૌથી મોટી જીત છે. પેઈચિંગ દ.કોરિયા અને જાપાનમાં અમેરિકી સેનાની હાજરીને પસંદ કરતું ન હતું અને તેને ઘણી વખત અમેરિકાની મિલિટ્રી ડ્રીલ રોકવા માટેની માંગણી કરી છે. જેને ઉ.કોરિયા ઘુસણખોરીનો અભ્યાસ ગણાવતું રહ્યું છે.

ચીનના વિદેશ મંત્રાલય પ્રવક્તા ગેંગ શુઆંગે બુધવારે પોતાના અહેવાલમાં કહ્યું કે, ટ્રમ્પે સૈન્યઅભ્યાસ રોકવાની જાહેરાત એ વાતનો સબૂત છે કે ચીનનો પ્રસ્તાવ યોગ્ય હતો અને તે બંને પક્ષોની ચિંતા સાથે સંબંધિત છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ માટે ચીનની રણનીતિ બનાવનાર રાયન હૈસે કહ્યું કે, ચીન ઉત્તરપૂર્વી એશિયામાં વિદેશી સેનાના પ્રભાવને ઓછું કરવા માંગે છે. જેના પરિણામે તે વોશિંગ્ટન અને અન્ય સહયોગી દેશો વચ્ચે અંતર વધારી શકે. પેઇચિંગ હવે પોતાના ટાર્ગેટને પહોંચવાની નજીક છે ત્યારે તેને કોઈ મોટી કિંમત પણ ચુકવવી પડી નથી.

જો કે પેઈચિંગ ઉ.કોરિયા પર પોતાન પ્રભાવ બનાવી રાખવા માટે પણ વિચાર કરી રહ્યા છે. બેઠક પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી સતત કિમની પ્રશંસા કરવામાં આવી રહી છે. ટ્રમ્પે કિમને ઘણો તાકતવર વ્યક્તિ ગણાવ્યો છે અને ઉ.કોરિયાએ પરમાણું નિસ્ત્રીકરણના સંબંધમાં સુરક્ષા ગેરેન્ટીનું પણ વચન આપ્યું છે. એક વાત નોંધનીય છે કે અમેરિકા અને ઉ.કોરિયાના સંબંધોમાં કોઈ પણ સુધાર ચીન પોતાનું નુકસાન જ માનશે.

સમગ્ર વિવાદ ચાલી રહ્યો હતો છતાં શી જિનપિંગે એપ્રિલમાં કિમ સાથે બે વખત વાતચીત કરી છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે ચીન ઉ.કોરિયાને પરમાણુ કાર્યક્રમનો અતં લાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું સાથે જ ઉ.કોરિયાને ટ્રમ્પના પ્રભાવથી પણ દૂર રાખવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે.