ચીનનું અધ્યતન હાઈપરસોનિક મિસાઈલ ભારત, અમેરિકા, જાપાન માટે ખતરાની ઘંટી - Sandesh
  • Home
  • World
  • ચીનનું અધ્યતન હાઈપરસોનિક મિસાઈલ ભારત, અમેરિકા, જાપાન માટે ખતરાની ઘંટી

ચીનનું અધ્યતન હાઈપરસોનિક મિસાઈલ ભારત, અમેરિકા, જાપાન માટે ખતરાની ઘંટી

 | 10:37 pm IST

ભારત, અમેરિકા અને જાપાન સહિતના મૈત્રી દેશોની વધતી જતી તાકાત અને વૈશ્વિક કદથી ચિંતિત વિસ્તારવાદી ચીને એક એવી મિસાઈલ વિકસીત કરી છે જેને લઈને દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે. ચીનની આ હાઈપરસોનિક બેલાસ્ટિક મિસાઈક અમેરિકા સહિત ભારત અને જાપાનના સૈન્ય લક્ષ્યો પર અચૂક નિશાન બનાવી ત્રાટકી શકે છે અને ભારે વિનાશ સર્જી શકે છે.

ચીને આ હાઈપરસોનિક બેલાસ્ટિક મિસાઈલનું પરિક્ષણ ગત વર્ષે કર્યું હતું. મિસાઈલનું નામ DF-17 રાખવામાં આવ્યું છે. જે 2020 સુધીમાં કાર્યરત થઈ જશે.

ટોક્યોના ‘ધ ડિપ્લોમેટ’ નામના મેગેઝીનમાં આ પ્રકારનો અહેવાલ પ્રગટ થયો હતો. ત્યાર બાદ કોંગકોંગના સમાચાર પત્ર ‘સાઉથ ચાઈના પોસ્ટ’માં આ મુદ્દે વિગતવાર નોંધ કરવામાં આવતા ચીનના મિસાઈલને લઈને ઘટસ્ફોટ થયો છે. ‘ધ ડિપ્લોમેટ’ માં ગત મહિને અમેરિકાના ગુપ્તચર સૂત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું હતું કે ચીને ગત વર્ષના અંતે નવા હાઈપરસોનિક ગ્લાઈડ વાહન કે પછી એચજીવીના બે પરિક્ષણ કર્યાં હતાં. એચજીવીને ડીએફ-17ના નામથી ઓળખવામાં આવે છે. ચીનની પીપલ લિબરેશન આર્મી (પીએલએ)ની રોકેટ ફોર્સે નવી મિસાઈલ ‘હાઈપરસોનિન ગ્લાઈડ વ્હિકલ (એચજીવી)નું પરિક્ષણ કર્યું હતું.

અત્યંત ખતરનાક માનવામાં આ મિસાઈલનું પહેલું પરિક્ષણ વર્ષ 2017ના નવેમ્બરમાં અને બીજું તેના બે જ સપ્તાહ બાદ કરવામાં આવ્યું હતું. બંને પરિક્ષણો સફળ રહ્યાં હતાં. આ મિસાઈલ વર્ષ 2020 સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે. મિસાઈલે પરિક્ષણ દરમિયાન 1400 કિલોમીટરની ઉડાન ભરી હતી.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટએ મંગળવારે બેઈજીંગના સૈન્ય વિશ્લેષક ઝૌઉ ચેનમિંગને ટાંકીને કહ્યું હતું કે, પારંપારિક બેલાસ્ટિક મિસાઈલોની સરખામણીમાં એચજીવી ખુબજ જટિલ છે અને તેને તોડી પાડવું ખરેખર મુશ્કેલ છે. અમેરિકા, જાપાન અને ભારતને ચીનના એચજીવી ટેકનિક વિકસીત થતા ચેતવું પડશે. આ મિસાઈલ જાપાનના સૈન્ય સ્થાનો અને ભારતમાં પરમાણું રિએક્ટરો પર આસાનીથી ત્રાટકી શકશે.

પીએલએના ભૂતપૂર્વ અભ્ય સાંગપિંગે જણાવ્યું હતું કે, એચજીવી હથિયારોને બેલાસ્ટિક મિસાઈલ DF-41 સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ મિસાઈલની મારક ક્ષમતા 12,000 કિલોમીટર છે. તે માત્ર એકાદ કલાની અંદર અમેરિકાના કોઈ પણ સ્થળને પોતાનું નિશાન બનાવી શકે છે.

થાડને નષ્ટ કરવામાં પણ સક્ષમ

મકાઉના સૈન્ય નિષ્ણાંત એંટોની વાંગ ડોંગે કહ્યું હતું કે, એચજીવી અમેરિકાની અધ્યતન મિસાઈલ રોધક પ્રણાલી થાડને પણ નષ્ટ કરવામાં સક્ષમ છે. ઉત્તર કોરિયાના હુમલાથી બચવા માટે થાડને દક્ષિણ કોરિયામાં તૈનાત કરવામાં આવી છે.