China’s biggest radio telescope picked up over 100 mysterious signals from outer space
  • Home
  • Featured
  • વૈજ્ઞાનિકોને સ્પેસમાંથી મળ્યા 100 સિગ્નલ, એલિયનની દુનિયાના મળ્યા પાક્કા પુરાવા!

વૈજ્ઞાનિકોને સ્પેસમાંથી મળ્યા 100 સિગ્નલ, એલિયનની દુનિયાના મળ્યા પાક્કા પુરાવા!

 | 12:27 pm IST

એલિયનની દુનિયાના સંકેતોની શોધમાં બ્રહ્માંડના ખૂણે-ખૂણે તપાસી રહેલા વૈજ્ઞાનિકોને ઊંડાણમાં અંતરિક્ષમાંથી 100થી વધુ સિગ્નલ પ્રાપ્ત થયા છે. ચીનના નવા વિશાળકાય ‘ફાસ્ટ’ ટેલિસ્કોપને ધડાકાનો અવાજ સાંભળ્યો. એન્જિનિયરોનો દાવો છે કે ફાસ્ટ દુનિયાનું સૌથી સંવેદનશીલ શ્રવણ યંત્ર (મોસ્ટ સેંસિટિવ લિસ્નિંગ ડિવાઇસ) છે.

અનુસંધાનકર્તાઓએ કહ્યું કે તેમણે માત્ર 29મી ઑગસ્ટના રોજ અંતરિક્ષના ઊંડાણમાં એક ખાસ સ્ત્રોતમાંથી ડઝનબંધ ધડાકા સંભળાયા. આ ધડાકા ‘ફાસ્ટ’ રેડિયો બર્સ્ટ્સમાંથી બનેલો હતો. ફાસ્ટ રોડિયો બર્સ્ટ્સ કે FRBs આકાશગંગામાંથી બહારના આકાશના વિભિન્ન ભાગોમાં મિલિસેકન્ડ માટે ઉભી થયેલી ચમક હોય છે જેમાં લાંબા અંતરના રેડિયો ફ્રિકવન્સીસ સમાવિષ્ટ હોય છે. FRBs ખૂબ જ તાકતવર અને ઉર્જાવાન રેડિયો સિગ્નલ્સ તરીકે પૃથ્વી પર આવે છે.

FRBsમાં ખૂબ અવાજ થાય છે પરંતુ અત્યાર સુધી તેને સમજી શકયા નથી. વૈજ્ઞાનિક અત્યાર સુધી એ અંદાજો લગાવી રહ્યા હતા કે આ અવાજ કયાંથી આવ્યો છે. વૈજ્ઞાનિકોએ તેની કેટલીય સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમાં એક એ પણ છે કે જ્યારે કોઇ તારો કોઇ બ્લેક હોલમાં પડે છે અથવા તો એલિયનની દુનિયામાંથી બ્રહ્માંડ દ્વારા કૃત્રિમ ધડાકો આવે છે ત્યારે FRBs ઉભું થાય છે. વૈજ્ઞાનિકોએ ફાસ્ટ ટેલિસ્કોપ દ્વારા જે અવાજ સાંભળ્યો એ સતત થઇ રહેલા FRBsમાંથી જ કોઇ એક છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે હવે તેમણે તેના સ્ત્રોતને સમજવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન