દુનિયાનું સૌથી ધનવાન ગામ, ટેક્સીની જગ્યાએ લોકો હેલીકોપ્ટરમાં કરે છે મુસાફરી - Sandesh
  • Home
  • World
  • દુનિયાનું સૌથી ધનવાન ગામ, ટેક્સીની જગ્યાએ લોકો હેલીકોપ્ટરમાં કરે છે મુસાફરી

દુનિયાનું સૌથી ધનવાન ગામ, ટેક્સીની જગ્યાએ લોકો હેલીકોપ્ટરમાં કરે છે મુસાફરી

 | 3:16 pm IST

વિશ્વનાં અનેક શહેરોની સમૃદ્ધિ જોઇ આપણી આંખો ચાર થઇ જાય છે અને આવા અનેક શહેરો વિશે તમે જાણતા જ હશો. ભારત સહિત વિશ્વનાં દરેક ખુણે કોઇને કોઇ સમૃદ્ધ શહેર જોવા મળે જ છે, તેમાં આજકાલ કોઇ નવાઇની વાત નથી. પરંતુ જો આ વાત કોઇ ગામડાની હોય તો કેટલા સમૃદ્ધ કે ભવ્યાતિભવ્ય ગામડા તમારા માનસપટ્ટ પર આવશે?

શું તમે જાણો છો કે વિશ્વનાં અનેક ગામ વિકસિત શહેરોને પણ માત આપે તેવા છે. અને આ સૃમદ્ધ ગામડાંઓમાં પણ યશ કલગી સમાન છે ચીનનું એક ગામડું “વાક્સુ”. જી હા ચીનનું આ ગામડું દુનિયાનું સૌથી અમીર ગામડું છે. ચીનનાં જિયાગસુ પ્રાંતમાં આવેલુ વાક્સુ ગામ કે જ્યાં ભવ્યતા પણ ભૂલી પડી જાય તેવી સમૃધ્ધી જોવા મળે છે. વાક્સુ ગામનાં દરેક વ્યક્તિનાં ખાતામાં આશરે 1.5 કરોડની રોકડ પડેલી છે. ગામનાં તમામ ઘરો બહારથી જોતા કોઇ હોટેલની ગરજ સારે છે. અરે આ ગામડું એટલું તો સદ્ધર છે કે ગામમાં ટેક્સી તરીકે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે.

240 એકરમાં ફેલાયેલ વાક્સુ ગામની વચ્ચે આવેલ 72 માળની ઇમારત, ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે છે. ન ફક્ત ગામમાં હેલ્થકેર, એજ્યુકેશન, હાઉસિંગસ વગેરે સુવિધાઓ મફતમાં મળે જ છે, પરંતુ અહીં ગ્રામીણ પ્રશાસન તરફથી જ નાગરીકોને ઘર અને કાર જેવી સુખાકારી પણ મફતમાં જ અપવામાં આવે છે. વાક્સુ ગામમાં હેલિકોપ્ટર ટેક્સી, થીમ પાર્કની સુવિધા પણ ઉપ્લ્બધ છે. જો કે ગામનાં નિયમ મુજબ આ તમામ સુખાકારીનાં હકદાર ફક્ત ગામનાં મૂળ નાગરીકો જ છે. નવા આવીને વસતા લોકો માટે આ લાભ ઉપ્લ્બધ નથી કરાવવામાં આવતા.

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં હાલ ફાઇવ ડેઇઝ અ વિકનું ચલણ જોવા મળે છે પરંતું અહીં ગામમાં નાગરિકોને સપ્તાહના સાતેય દિવસ કામ કરવું પડે છે. આટલી સમૃદ્ધિ વચ્ચે પણ ગામમાં કોઇ જુગાર રમી શકાતું નથી કે કોઇ ક્લબ નથી. બીયર બાર, ઇન્ટરનેટ કાફેનું અહીં નામોનિશાન પણ નથી. અને ડ્રગ્સને તો આહીં કડક નો એન્ટ્રી છે. સાથે જ જો કોઇ નાગરીક ગામ છોડી જાય તો તે નાગરિકોની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે છે. માટે જ કદાચ આ ગામ વિશ્વમાં સૌથી સમૃદ્ધ ગામડું છે.