Chines Army Attacked On Indian Army Personnel With Stones
  • Home
  • Featured
  • ભારતીય સૈનિકો પર કાંટાળા ડંડા અને પથ્થરોથી ચીની સેનાએ કર્યો હુમલો, મળ્યો જડબાતોડ જવાબ

ભારતીય સૈનિકો પર કાંટાળા ડંડા અને પથ્થરોથી ચીની સેનાએ કર્યો હુમલો, મળ્યો જડબાતોડ જવાબ

 | 4:58 pm IST

લદ્દાખમાં ભારત અને ચીની સેનાની વચ્ચે સરહદ પણ તણાવ વધતો જઇ રહ્યો છે. પૈંગોંગ ત્સો નદીની પાસે તાજેતરનાં ટકરાવ દરમિયાન ચીની સૈનિકોએ ‘અનૈતિક રીત’નો ઉપયોગ કરતા કાંટાળા તારવાળા ડંડા અને પથ્થરોથી ભારતીય સુરક્ષાદળો પર હુમલો કરી દીધો. સેનાનાં ટોચનાં સૂત્રોએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, “ચીની સૈનિકોએ તાજેતરમાં ટકરાવ દરમિયાન પૈંગોંગ ત્સો નદીની પાસેનાં વિસ્તારમાં ભારતીય સૈનિકોને નિશાન બનાવવા માટે પથ્થરો અને કાંટાળા તારોથી લૈસ ડંડાઓનો ઉપયોગ કર્યો.”

લાંબા સમય સુધી ચાલી બંને સેનાનાં સૈનિકો વચ્ચે મારામારી

ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઇજા પહોંચાડવાનાં ઇરાદે આવું કર્યું, પરંતુ ભારતીય સૈનિકોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. જો કે ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈનિકોથી ઘણી વધારે હતી. સૂત્રોએ જણાવ્યું કે, ચીને મોટી સંખ્યામાં સૈનિકોનાં ઉપયોગની પોતાની જૂની રણનીતિનો ઉપયોગ કર્યો. મારામારી લાંબા સમય સુધી ચાલી, પરંતુ આણે પીપલ્સ લીબરેશન આર્મીનાં અનૈતિક અને અવ્યાવસાયિક ચહેરાને ઉજાગર કરી દીધો.

નિયંત્રણ રેખા પર 5 હજારથી વધારે ચીની સૈનિકો

ચીની સૈનિકોથી વિપરીત ભારતીય સૈનિકો ક્યારેય પણ ચીનીયોને પોતાના વિસ્તારમાંથી ખદેડવા માટે આવી રીતોનો ઉપયોગ નથી કરતા. ફક્ત કેટલાક સંજોગોમાં જ આવો વળતો જવાબ આપવામાં આવે છે, જ્યારે એક-બીજાનાં ક્ષેત્રોમાંથી દૂર કરવા માટે ધકેલવા અથવા સૈનિકો પર પ્રહાર કરાય છે ત્યારે. વર્તમાન સ્થિતિમાં 5 હજારથી વધારે ચીની સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા પર આવી ગયા છે. આ મહિનાનાં પહેલા અઠવાડિયામાં 5-6 મેની આસપાસ આ સ્થિતિ શરૂ થઈ હતી અને સિક્કિમમાં પણ આવી જ ઘટના બની હતી.

ભારતે પણ વધાર્યું સરહદ પર સૈન્ય

ભારતે પણ લદ્દાખમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ભારતે પોતાના હેવી લિફ્ટ પરિવહન વાહનોનો ઉપયોગ અન્ય ઊંચાઈવાળા ક્ષેત્રોથી સૈનિકોને પૂર્વ લદ્દાખ સેક્ટરમાં તૈનાત કરવા માટે કર્યો છે. દૌલત બેગ ઓલ્ડી સેક્ટરમાં એર સ્ટ્રિપનો ઉપયોગ કરતા સૈનિકોને વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા. આ માટે હેલીકોપ્ટર્સ અને અન્ય સાધનોનો સહારો લેવામાં આવ્યો.

આ વિડીયો પણ જુઓ: પૂર્વ AMC કમિશનર વિજય નેહરા વિરૂદ્ધ ટ્વીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન