Chinese 7 years old Girls Have 1.5 million Followers on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ટેણીની જાદુની અવનવી કરતબો જોઈ માથું ખંજવાળશો, Video

આ ટેણીની જાદુની અવનવી કરતબો જોઈ માથું ખંજવાળશો, Video

 | 6:58 pm IST

હાલના આધુનિક યુગમાં નાના બાળકો ટેકનોલોજીના ગુલામ બની ગયા છે. સ્કૂલ અને કોલેજના બાળકો પણ મોબાઈલ પર વધુ સમય વિતાવી રહ્યા છે. પરંતુ આવા માહોલમાં પણ ચીનમાં એક 7 વર્ષની બાળકી સેલિબ્રિટી બની ગઈ છે. આ બાળકી સડક પર લોકોને જાદુ બતાવે છે. ચીનના એક મીડિયા રિપોર્ટ મુજબ આ બાળકી સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. ચીનમાં સોશિયલ મીડિયા પર આ બાળકીના લગભગ 1.5 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. એટલે કે રોડની સાથે-સાથે ઈન્ટરનેટ સેલિબ્રિટી પણ છે.

આ બાળકીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ ઈંડાથી જાદુ બતાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નાની જાદુગરને જોવા માટે લોકો પોતાની ગાડી રોકી લે છે અને તેનો ઉત્સાહ વધારે છે. સૌથી સારી વાત એ છે કે આ ઉમરમાં પણ આ બાળકી એક પ્રોફેસનલ જાદુગરની જેમ ટ્રિક્સ દેખાડે છે અને મનોરંજનની સાથે પોતાની ટ્રિક્સમાં દર્શકોને પણ સામેલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન