Chinese companies placed on America export blacklist
  • Home
  • Featured
  • ભારત વિરૂદ્ધ પરમાણુ બોમ્બ માટે પાકિસ્તાનના મદદગાર ચીન સામે અમેરિકા લાલઘૂમ

ભારત વિરૂદ્ધ પરમાણુ બોમ્બ માટે પાકિસ્તાનના મદદગાર ચીન સામે અમેરિકા લાલઘૂમ

 | 2:25 pm IST
  • Share

  • ભારતના સૌથી મોટા દુશ્મન ચીન આપણા કટ્ટર પાકિસ્તાનને પરમાણુ કાર્યક્રમમાં મદદ કરી રહ્યું છે

  • અમેરિકાએ ડ્રેગનની ડઝનબંધ કંપનીઓના બિઝનેસને બ્લેકલિસ્ટ કરી દીધા

  • પ્રતિબંધિત કંપનીઓ ચીનની સેનાના PLAને ક્વાન્ટમ કોમ્પ્યુટિંગના પ્રયાસોમાં પણ મદદ કરી રહી હતી

ભારતનો સૌથી મોટો દુશ્મન ચીન આપણા કટ્ટર વિરોધી પાકિસ્તાનને પરમાણુ બોમ્બ અને મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રના ખુલાસા બાદ અમેરિકાએ બુધવારે ડ્રેગનની ડઝનબંધ કંપનીઓને બિઝનેસના બ્લેકલિસ્ટમાં મૂકી દીધા છે. અમેરિકાએ તેની પાછળ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ દર્શાવી છે. એટલું જ નહીં પ્રતિબંધિત કંપનીઓ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ પ્રયાસોમાં ચીનની સૈન્ય પીએલએને પણ મદદ કરી રહી હતી.

એટલું જ નહીં અમેરિકાએ ચીન અને પાકિસ્તાનના 16 સંગઠનો અને લોકોને બ્લેકલિસ્ટ કરી દીધા છે. તેમના પર પાકિસ્તાનની પરમાણુ ગતિવિધિઓ અથવા મિસાઈલ કાર્યક્રમમાં સહયોગ આપવાનો આરોપ છે. ચીન, જાપાન, પાકિસ્તાન અને સિંગાપોરના કુલ 27 નવા સંગઠનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડોએ એક નિવેદનમાં કહ્યું કે આ પગલાથી અમેરિકન ટેક્નોલોજીની મદદથી પાકિસ્તાનના અસુરક્ષિત પરમાણુ કાર્યક્રમ અથવા મિસાઈલ કાર્યક્રમને રોકી શકાશે.

કોઇપણ વસ્તુ વેચતા પહેલાં અમેરિકન સરકારની મંજૂરી લેવી પડશે

અમેરિકાએ ચીનની સેનાને આધુનિક બનાવવામાં મદદ કરતી કંપનીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધો બાદ હવે સપ્લાયર્સે આ કંપનીઓને કોઈપણ સામાન વેચતા પહેલા અમેરિકન સરકારની પરવાનગી લેવી પડશે. એવું માનવામાં આવે છે કે હવે આ મંજૂરી મળશે નહીં. આપને જણાવી દઈએ કે ભારત વિરુદ્ધ યુદ્ધ માટે ચીન પાકિસ્તાનની સેનાને સતત આધુનિક હથિયારો સપ્લાય કરી રહ્યું છે.

તાજેતરમાં ભારતીય વાયુસેનામાં S-400 એર ડિફેન્સ સિસ્ટમને સામેલ કરતા પહેલા પાકિસ્તાન સેનાએ ચીન દ્વારા નિર્મિત HQ-9/P HIMADS એર ડિફેન્સ સિસ્ટમને તેની સેનામાં સામેલ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે ચીનની એર ડિફેન્સ સિસ્ટમ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલોથી સજ્જ છે, જે એક જ ઝાટકે 100 કિમી સુધીના ફાઈટર જેટ, ક્રુઝ મિસાઈલ અને અન્ય હથિયારોને નષ્ટ કરવામાં સક્ષમ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો